Jamnagar News/ જામનગર શહેરમાં રવિવારની મોડી સાંજે આખરે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી

જામનગરવાસીઓ જેની ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા, તે મેઘરાજાની રવિવારે મોડી સાંજે એન્ટ્રી થઈ હતી, અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જતાં રવિવારની રજા હોવાના કારણે શહેરીજનો નાહવા માટે નીકળી પડ્યા હતા,

Gujarat Others Trending Breaking News
Beginners guide to 51 2 જામનગર શહેરમાં રવિવારની મોડી સાંજે આખરે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી

@ સાગર સંઘાણી

Jamnagar News: જામનગરવાસીઓ જેની ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા, તે મેઘરાજાની રવિવારે મોડી સાંજે એન્ટ્રી થઈ હતી, અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ જતાં રવિવારની રજા હોવાના કારણે શહેરીજનો નાહવા માટે નીકળી પડ્યા હતા, અને મેઘરાજાને વધાવી લીધા છે.

જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં ધોધમાર બે ઇંચ પાણી પડી જતાં ગ્રામ્યજનો તેમજ ખેડૂતો ખુશખુશાલ બન્યા છે જોડીયા અને જામજોધપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગર શહેર અને જિલ્લામાં આખરે રવિવારે સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો, અને મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જામનગર શહેરમાં પોણા નવ વાગ્યા ના અરસામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ ગાજવિજ સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી.

WhatsApp Image 2024 06 23 at 8.44.17 PM જામનગર શહેરમાં રવિવારની મોડી સાંજે આખરે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી

છેલ્લા ઘણા સમયથી શહેરીજનો ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈને બેઠા હતા, દરમિયાન આજે રવિવારની રજા હોવાથી વરસાદ શરૂ થઈ જતાં અનેક શહેરીજનો પોતાના વાહન-સ્કૂટર જે હાથમાં આવ્યું તેમાં બહાર નીકળી પડ્યા હતા, અને વરસાદને વધાવી લીધો હતો.

જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર બે ઇંચ પાણી પડી જતાં નદી નાળા વોકળામાં પાણી વહેતા થયા હતા. કાલાવડના ગ્રામ્ય  પંથકમાં પણ ધોધમાર દોઢ થી બે ઇંચ વરસાદ પડી જતાં ખેડૂતો માં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

ઉપરાંત જામજોધપુર અને જોડિયા પંથકમાં પણ અડધો ઇંચ વરસાદ પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. રવિવારની સાંજે જામનગર શહેર અને તાલુકા ઉપરાંત કાલાવડ- જામજોધપુર- જોડિયા સહિતના સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ બંધાયો હોવાથી લોકો માં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલીના આ ગામમાં સાવજોનું છે રાજ, લોકોએ રહેવું પડે છે નજરકેદ

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ મેચોનું ગેરકાયદે સ્ટ્રીમીંગ કરનારી ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું