Mehsana News : મહેસાણાના કડીના વેકરામાં બિલ્ડરો પર હુમલાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના બિલ્ડરો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મનન પટેલ અને પ્રતીક પટેલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ જીવલેણ હુમલામાં પાસાનો ફરાર મુખ્ય આરોપી ઝડપાયો છે. જેમાં વેકરાના મુખ્ય આરોપી મેહુલ રબારીને પાસામાં ઝડપી લેવામાં આવ્યો છે. મેહુલ નામના આરોપીને પાસા હેઠળ ભુજ ધકેલવામાં આવ્યો હતો. તે સિવાય 11 કરોડથી વધુની જમીન મામલે છેતરપિંડી પણ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

