Mehasana News: મહેસાણામાં ડી-માર્ટમાંથી ખરીદવામાં આવેલા દહીમાં ફૂગ નીકળવાનો ગ્રાહકે આરોપ મૂક્યો છે. મિલ્કી મિસ્ટ નામની કંપનીના દહીમાં ફૂગ હોવાનો આરોપ છે. મહેસાણાના વેપારીએ ડી-માર્ટમાંથી દહીંનો એક કિલોગ્રામનો ડબ્બો ખરીદ્યો હતો.
ડી-માર્ટમાં રજૂઆત કરતાં વેપારીને સંતોષજનક મળ્યો ન હતો. ગ્રાહકને દહીંનો ડબ્બો બદલી આપવાની ડી-માર્ટના સ્ટાફે વાત કરી હતી. ગ્રાહકે બિલ સાથે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.
આમ રાજ્યમાં ખાદ્ય પદાર્થમાંથી અખાદ્ય ચીજવસ્તુઓ મળવાનો સિલસિલો જારી રહ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં ખાદ્ય પદાર્થમાંથી અખાદ્ય ચીજવસ્તુઓ મળવાની એક પછી એક ઘટના બનવા લાગી છે તેમા આ એક વધુ ઘટનાનો ઉમેરો થયો છે. આ સંજોગોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કોઈ પગલાં લે તે જરૂરી થઈ પડ્યું છે.
આ પ્રકારની ઘટનાઓમાં જો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્કાળજી જારી રહી તો જન આરોગ્ય સામે ગંભીર તકલીફ સર્જાઈ શકે તેમ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્કાળજી આરોગ્ય વિભાગને ઓવરટાઇમ કરવાની ફરજ ન પાડે તે જોવાની જવાબદારી હવે તેમની છે.
આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
