Not Set/ મહેસાણા: ગેસ બોટલ લીકેજ થતા લાગી આગ, 9 લોકો દાજ્યા

મહેસાણા. 22 જુલાઈ 2018. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આજ રવિવારના રોજ અમરથોળ દરવાજા નજીકની આગ લાગી હતી. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે ગેસની બોટલ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. ગેસ લીકેજથી લાગેલ આગમાં નવ જેટલા લોકો દાઝયા હતા. આપને જણાવી દઈએ કે આ આગમાં વડનગર પાલિકાના કોર્પોરેટર સહિત પરિવારના અન્ય સભ્યો દાઝ્યા […]

Top Stories Gujarat Others
78c01470 5167 4f16 8db8 d0fa9549964a મહેસાણા: ગેસ બોટલ લીકેજ થતા લાગી આગ, 9 લોકો દાજ્યા

મહેસાણા.
22 જુલાઈ 2018.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આજ રવિવારના રોજ અમરથોળ દરવાજા નજીકની આગ લાગી હતી. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે ગેસની બોટલ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી.

ગેસ લીકેજથી લાગેલ આગમાં નવ જેટલા લોકો દાઝયા હતા. આપને જણાવી દઈએ કે આ આગમાં વડનગર પાલિકાના કોર્પોરેટર સહિત પરિવારના અન્ય સભ્યો દાઝ્યા હતા.

તમામ ઈજાગ્રસ્ત લકોને તાત્કાલિક સારવાર માટે વડનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાના કારણે વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા.