અગ્નિસ્નાન/ મહેસાણામાં છોકરાની પ્રાપ્તિ માટે સાસરિયાઓએ પુત્રવધુ પર ગુજાર્યો ત્રાસ, અંતે કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

પુત્ર મોહમાં સાસરિયાં પરિણીતાને મારઝૂડ કરતા હોય કે મ્હેંણા મારતા હોય તેવી અનેક ઘટના તમે જોઈ સાંભળી હશે, ત્યારે આવી જ એક ઘટના ફરી સામે આવી છે.

Gujarat Others
A 262 મહેસાણામાં છોકરાની પ્રાપ્તિ માટે સાસરિયાઓએ પુત્રવધુ પર ગુજાર્યો ત્રાસ, અંતે કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

પુત્ર મોહમાં સાસરિયાં પરિણીતાને મારઝૂડ કરતા હોય કે મ્હેંણા મારતા હોય તેવી અનેક ઘટના તમે જોઈ સાંભળી હશે, ત્યારે આવી જ એક ઘટના ફરી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં. જ્યાં પુત્ર પ્રાપ્તિ માટે સાસરિયાઓ વહુ પર ત્રાંસ ગુજારતા હોવાથી પરિણીતાએ જીવન ટુંકાવી દેવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, નિઃસંતાન પરિણીતાએ આપઘાત કર્યો છે. સાસરીયાના મ્હેંણા ટોણાથી પરણીતા ત્રસ્ત હતી. વારંવારના મ્હેંણા થી કંટાળી અંતે પરિણીતાએ શરીરે સેનેટાઈઝર છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. આ અંગે પતિ, સાસુ અને સસરા સામે ફરીયાદ નોંધાઈ છે. પતિ રોનક પટેલ કલેક્ટર કચેરીમાં નોકરી કરે છે.

આ પણ વાંચો :ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, તમામ પરિક્ષાઓ હવે આ રીતે લેવાશે 

મહેલાણાની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી પરિણીતાએ, આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે, મહિલાએ પોતાના શરીર ઉપર સેનેટાઈઝર છાંટીને અગ્નિસ્નાન કરી લીધું હતું પોલીસની પણ હરકતમાં આવી છે પોલીસ પરિણીતાના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધી છે, અને મહિલાના મૃતદેહનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિ:સંતાન મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે, અને પરિણીતાના પરિવાર પર ફિટકાર વરસાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો :સુરત પોલીસે સાઇકલ ચાલકને ફટકાર્યો મેમો, જાણો સમગ્ર ઘટના…

આ અંગે સાસુ સસરા અને પતિ વિરુદ્ધ ફરિયાદ મૃતકની માતાએ નોધાવી છે. હાલ બી ડીવીજન પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મૂળ ચાણસ્મા ના વડાવલી ગામની વિધિ અમરતભાઈ પટેલ ના બે વર્ષ પૂર્વે મહેસાણા ગ્રીન પાર્ક સોસાયટી માં રેહતા રોનક જયંતીલાલ પટેલ સાથે થયા હતા શરૂઆત ના સમય માં પતિ  સાસુ સસરા સારી રીતે રાખતા પરંતુ મનમાં દીકરાની લાલછા હોઈ વિધિ ને પહેલાં દીકરી નો જન્મ આપતા સાસરીયા એ વિધિ ને ત્રાસ આપવાનું શરુ કર્યું.

આ પણ વાંચો :જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ચોથો લીકવીડ ઓકિસજન પ્લાન્ટ કાર્યાન્વિત

સાસરિયાઓ અવાર નવાર વહુને ત્રાસ આપી મેણા ટોણા મારી હેરાન કરવા લાગ્યા હતા. સાસરિય નો ત્રાસ થી કંટાળી ને વિધિ ૩ વખત પિયર જતી રહી હતી. તેમ છતા સાસરિય ત્રાસ આપવાનું બંધ ના કરતા આખરે પરિણીતાએ ગત 24 મેંના રોજ અગ્નિસ્નાન કરી પોતાનું જીવન નો અંત લાવી દીધો.

sago str 29 મહેસાણામાં છોકરાની પ્રાપ્તિ માટે સાસરિયાઓએ પુત્રવધુ પર ગુજાર્યો ત્રાસ, અંતે કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત