Crime/ અપહરણ અને ખંડણી કેસમાં ગોવા રબારી ગેંગના 4 સાગરીત ઝડપાયા, 6 આરોપી ફરાર

અપહરણ અને ખંડણી કેસમાં ગોવા રબારી ગેંગના 4 સાગરીત ઝડપાયા, 6 આરોપી ફરાર

Ahmedabad Gujarat
corona 18 અપહરણ અને ખંડણી કેસમાં ગોવા રબારી ગેંગના 4 સાગરીત ઝડપાયા, 6 આરોપી ફરાર

@ભાવેશ રાજપૂત, અમદાવાદ

ગોવા રબારીના સાગરીતો દ્વારા જમીન દલાલનુ અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગવાના મામલામાં ક્રાઈમબ્રાંચે અન્ય 4 આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ આ ગુનામા ક્રાઈમ બ્રાંચે ફુલજી ઉર્ફે ફુલો મોતીભાઈ રબારીની ધરપકડ કરી હતી. ત્યારે આ ગુનામાં વોન્ટેડ નાગજી દેસાઈ, અલ્પેશ દેસાઈ, મેલા દેસાઈ અને મુકેશ દેસાઈને અપહરણના ગુનામાં વપરાયેલી કાર સાથે ઝડપી પાડયા છે.

Budget 2021 / બજેટ 2021 માં મહિલાઓ અને બાળકો માટે શું છે ખાસ? ફાળવાયા 3,511 કરોડ રૂપિયા

આરોપીઓએ 17 મી ફેબ્રુઆરીએ જમીન દલાલ કરણ ભટ્ટનુ અપહરણ તેને અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી ફરિયાદીની 36 તોલા સોનાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ઉપરાંત અન્ય 70 લાખ માટે ધમકી આપી હતી. આ મામલામાં મુખ્ય સુત્રધાર તરીકે ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાનુ સામે આવ્યુ છે. અને લુંટમા ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરી છે. જેને લઈ ક્રાઈમ બ્રાંચે ગોવા રબારીની પુછપરછની તૈયારીઓ શરૂ કરી છે.

corona 19 અપહરણ અને ખંડણી કેસમાં ગોવા રબારી ગેંગના 4 સાગરીત ઝડપાયા, 6 આરોપી ફરાર

Political / ગુજરાતમાં થઇ ‘આપ’ની એન્ટ્રી, ચાલશે ‘આપ’નું દિલ્હી મોડલ?

આ કેસમાં ક્રાઈમબ્રાંચે મહેશ રબારી, સંજય રબારી, મિહીર દેસાઈ, જયેશ સિંધી, કરણ પવાર સહિત ફરાર 6 આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે.