keshod/ સોરઠને આઝાદી અપાવનારા આરઝી હકૂમતનાં સૈનિકોનાં સંભારણા કેશોદમાં થી ગૂમ…

આરઝી હકુમત નાં સૈનિકો નાં સંભારણા કાયમી ધોરણે મ્યુઝિયમ સ્વરૂપે જળવાઈ આવનારી પેઢીઓ ને માહિતગાર અને પ્રેરણાદાયક બની શકે એવાં હેતુથી ઉના ટીબી હોસ્પિટલ સંકુલમાં બનાવવાનું નક્કી કરવામાં આવેલ હતું

Top Stories Gujarat Others
melania 10 સોરઠને આઝાદી અપાવનારા આરઝી હકૂમતનાં સૈનિકોનાં સંભારણા કેશોદમાં થી ગૂમ...
  • આવનારી પેઢીઓ ને માહિતગાર કરવા અપાયેલી વસ્તુઓ વેચવામાં આવી કે ભેટમાં આપી રહસ્ય અકબંધ… કેશોદ:

@ચેતન પરમાર, જુનાગઢ 

સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતા ની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે સોરઠમાં નવાબી શાસન હેઠળ થી મુક્ત બનાવવા આરઝી હકૂમત નાં સૈનિકો જંગ લડી રહ્યા હતા. કેશોદના સ્વ રતુભાઈ અદાણી ની આગેવાની હેઠળ સોરઠનાં યુવાનો ઘર પરિવાર છોડીને જંગમાં ઝંપલાવ્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આરઝી હકુમત ની લડાઈ માં જુનાગઢ નાં નવાબને ભગાડવામાં ખુલ્લી મદદ કરી શકે એવી સ્થિતિ માં નહોતી.

dragon / ભારતનું આ જહાજ ચીનના દરિયા કાંઠે છ મહિનાથી અટવાયું છે, ક્રુન…

ત્યારે સોરઠનાં દરેક વિસ્તારોમાં થી સૈનિકો માટે તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. અંતે નવમી નવેમ્બર નાં રોજ જુનાગઢ જીલ્લો નવાબી શાસન માં થી આઝાદ થયેલ હતો. આરઝી હકુમત નાં સરસેનાપતિ રતુભાઈ અદાણી કેશોદ ખાતે સોરઠ ક્ષયનિવારણ સમિતિ હેઠળ જીવલેણ ટીબી નાં રોગીઓને બચાવવા મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરીને કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં હોસ્પિટલ શરૂ કરી હતી.

Bollywood / શત્રુઘ્ન સિંહાની ભત્રીજીએ કમલા હેરિસ સાથે કર્યું છે કામ, ફોટ…

આરઝી હકુમત નાં સૈનિકો નાં સંભારણા કાયમી ધોરણે મ્યુઝિયમ સ્વરૂપે જળવાઈ આવનારી પેઢીઓ ને માહિતગાર અને પ્રેરણાદાયક બની શકે એવાં હેતુથી ઉના ટીબી હોસ્પિટલ સંકુલમાં બનાવવાનું નક્કી કરવામાં આવેલ હતું. સ્વ. રતુભાઈ અદાણી સાથે આરઝી હકૂમત ની જંગમાં જોડાયેલાં સેનાનીઓ ને કે તેઓનાં પરિવારજનો ને જાણ કરી કોઈપણ વસ્તુઓ આપવા અપીલ કરવામાં આવી હતી. અને સૌ સેનાનીઓ દ્વારા આરઝી હકૂમત ની ચળવળ ની સ્મૃતિઓ સદુપયોગ માટે અર્પણ કરી હતી.

AMERICA / એક એવા રાષ્ટ્રપતિ, જેમણે ચૂંટણી હાર્યા બાદ પણ વ્હાઇટ હાઉસ છો…

રાજ્ય સરકારે ટીબી હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતાં ઉના ખાતે આવેલી ટીબી હોસ્પિટલ બંધ થતાં તમામ સાધન સામગ્રી કેશોદ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં અને આરઝી હકૂમત નાં સૈનિકોનાં સંભારણા કેશોદમાં મ્યુઝિયમ સ્વરૂપે જળવાઈ રહે એવો હેતુ સફળ બનાવવા અક્ષયનાથ મંદિર પાસે હોલ બનાવવામાં આવેલ હતો. આરઝી હકૂમત નાં સરસેનાપતિ અને સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક રચનાત્મક આગેવાન રતુભાઈ અદાણી નો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. અને પ્રથમ હરોળના અંગત વ્યક્તિઓ સેવાકીય પ્રવૃતિઓ રચનાત્મક પ્રવૃત્તિઓ ની ઉપર ઉઠીને વ્યવસાયિક ધોરણે સમગ્ર સોરઠમાં આવેલી જંગમ મિલકતો અને સ્થાવર મિલ્કતો પોત પોતાની સંસ્થાઓ સાથે જોડીને સિધ્ધાંતો અને ડહાપણ નેવે મુકવામાં આવતાં કેશોદ ખાતે ની સંસ્થા ધાર્મિક સંસ્થા સાથે જોડાણ કરવામાં આવતાં વ્યાપારીકરણ બની ગયું છે.

melania 11 સોરઠને આઝાદી અપાવનારા આરઝી હકૂમતનાં સૈનિકોનાં સંભારણા કેશોદમાં થી ગૂમ...

આરઝી હકૂમત નાં સૈનિકોનાં સંભારણા કેશોદમાં મ્યુઝિયમ સ્વરૂપે જળવાઈ રહે તે હેતુથી જુદા-જુદા વિસ્તારોમાં થી સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા તેનો ઉપયોગ કરવામાં ન આવતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી ન થતાં જવાબદાર વ્યક્તીઓ ને પુછપરછ કરવામાં આવતાં ઉડાઉ જવાબ આપવામાં આવે છે ત્યારે આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૌરાણિક હથીયારો જવાબદાર વ્યક્તીઓ નાં ડ્રોઈંગ રૂમમાં શોભા વધારી રહ્યા છે અને અમુક ભેંટ માં આપવામાં આવ્યા છે ત્યારે જુનાં ફોટાઓ, પ્રશસ્તિ પત્ર, કપડાં,અખબારો, પુસ્તકો, જેવી દુર્લભ વસ્તુઓ ભંગારમાં કે સ્ટોરમાં ધુળધાણી થઈ ગયાં છે.

આજે નવમી નવેમ્બર જુનાગઢ આઝાદી દિવસે સંસ્મરણો વાગોળીને રાષ્ટ્રભક્તિ નો દેખાડો કરવાને બદલે બચેલી દુર્લભ વસ્તુઓ નો સદુપયોગ કરી કેશોદ ખાતે મ્યુઝિયમ બનાવી સ્વ રતુભાઈ અદાણી નું સ્વપ્ન સાકાર કરી સાચી શ્રદ્ધાંજલિ આપે એવું રાષ્ટ્રભક્તો માં ચર્ચાઈ રહ્યું છે.