એર ઇન્ડિયા ઈન્ટરનેશનલનાં વિમાનમાં એક યાત્રીએ ઉડાન દરમિયાન નશાની હાલતમાં એક વ્યક્તિએ મહિલા યાત્રીની સીટ પર પેશાબ કર્યો હતો.
એર ઇન્ડિયા ઇન્ટરનૅશનલનાં એક વિમાનમાં દારૂના નશામાં એક વ્યક્તિએ મહિલા યાત્રીની સીટ પર પેશાબ કરી લેવાની વાત પ્રકાશમાં આવી છે. નાગર વિમાનન મંત્રાલયે આ સંબંધમાં એર ઇન્ડિયા પાસે રિપોર્ટ મગાવ્યો છે. આ ઘટના 30 ઓગસ્ટ ના રોજ એર ઇન્ડિયાના આઈ 102 વિમાનમાં થઇ હતી, જે વિમાન ન્યૂયોર્કથી દિલ્લી આવી રહ્યું હતું.
પીડિત મહિલાયાત્રીની પુત્રી ઈન્દ્રાણી ઘોષ દ્વારા કેન્દ્રીય નાગર ઉઅડ્ડયન મંત્રી સુરેશ પ્રભુ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને એર ઈન્ડિયાને ટ્વીટમાં ટેગ કરીને લખ્યું હતું કે,
“30 ઓગસ્ટના રોજ એર ઇન્ડિયાનું વિમાન એઆઈ 102 જેએફકે દિલ્લી આવી રહ્યું હતું. સીટ સંખ્યા 36 ડી. માં એકલી યાત્રા કરી રહેલી મારી માતાને એ સમયે સદમો લાગ્યો જયારે ભોજન બાદ એક વ્યક્તિએ નશામાં આવી અને મારી માતાના સીટ પર આવીને પેશાબ કરી લીધો હતો.”
A drunk passenger on New York-Delhi Air India flight urinated on the seat of a lady passenger yesterday. Minister of State for Civil Aviation, Jayant Sinha, has asked Air India to probe the matter
— ANI (@ANI) September 1, 2018
તેણીએ આરોપ લગાવ્યો હતો કે એર ઇન્ડિયાએ તેમનાં માતાની સીટ બદલાવી આપી હતી અને આ સિવાય કોઈ પણ કાર્યવાહી નહોતી કરવામાં આવી.
