Not Set/ #MeToo/ પાયલ ઘોષના આરોપો પર અનુરાગ કશ્યપના વકીલે જાહેર કર્યું સત્તાવાર નિવેદન

અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ હવે આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યારે પાયલ ઘોષ આજે દિગ્દર્શક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવશે. બીજી તરફ અનુરાગ કશ્યપન વકીલનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. જેને ડિરેક્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે.   દિગ્દર્શક અનુરાગ કશ્યપના વકીલ પ્રિયંકા ખીમાણીના નિવેદન અનુસાર, […]

Uncategorized
f7e07f37d0c2e3d48e3b8cfee6521cf7 #MeToo/ પાયલ ઘોષના આરોપો પર અનુરાગ કશ્યપના વકીલે જાહેર કર્યું સત્તાવાર નિવેદન

અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ હવે આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. જ્યારે પાયલ ઘોષ આજે દિગ્દર્શક વિરુદ્ધ એફઆઈઆર નોંધાવશે. બીજી તરફ અનુરાગ કશ્યપન વકીલનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. જેને ડિરેક્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે.  

દિગ્દર્શક અનુરાગ કશ્યપના વકીલ પ્રિયંકા ખીમાણીના નિવેદન અનુસાર, મારા ક્લાઈન્ટ અનુરાગ કશ્યપને જાતીય સતામણીના ખોટા આરોપોથી આઘાત લાગ્યો છે. આ બધા આક્ષેપો ખોટા છે અને ખરાબ લાગણીથી કરવામાં આવે છે. તે ખૂબ દુખદ છે કે મીટૂ જેવા મહત્વપૂર્ણ સામાજિક આંદોલનને શસ્ત્રો બનાવીને કોઈના ચરિત્ર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા ખોટા આક્ષેપો મીટૂના પીડિતો માટે આંચકો છે જેઓ આવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. મારી બધી કાનૂની પદ્ધતિઓ અને અધિકારો મારા ક્લાઈન્ટને સમજાવવામાં આવ્યા છે અને તેઓ તેનો ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ‘

પાયલે શનિવારે સાંજે તેમના વેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટથી કશ્યપ વિરુદ્ધ ટ્વીટ કર્યું હતું અને આ ટ્વિટમાં ભારતના વડા પ્રધાનના કાર્યાલયને પણ ટેગ કર્યા હતા. પાયલે ટ્વીટ કર્યું કે, “અનુરાગ કશ્યપે મારી સાથે બળજબરી કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૃપા કરીને તમે આ પર પગલાં લો અને દેશને આ રચનાત્મક માણસની પાછળ છુપાયેલા રાક્ષસને જોવા દો. મને ખબર છે કે આ મારું નુકસાન કરી શકે છે, મારી સલામતી જોખમમાં છે. કૃપા કરી મારી સહાય કરો. ”

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ત્યારબાદ અભિનેત્રી પાયલ ઘોષ દ્વારા લગાવેલા જાતીય શોષણના તમામ આરોપોને નકારી કાઢતાં કહ્યું છે કે આક્ષેપો પાયાવિહોણા છે. કશ્યપે ટ્વીટ કર્યું,  “ક્યા બાત હૈ, ઇતના સમય લે લિયા મુજે ચુપ કરવાને કી કોશિશ મેં. ચલો કોઈ નહીં. મુજે ચુપ કરાતે કરાતે ઇતના જુઠ બોલ ગયે કી ઓરત હોતે હુએ દુસરી ઓરતો કો ભી સંગ ઘસીટ લિયા. થોડી તો મર્યાદા રખીએ મેડમ. બસ યહી કહુગા કી જો ભી આરોપ હૈ આપકે સબ બેબુનિયાદ હૈ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.