Not Set/ કોંગ્રેસે કેન્દ્રીયમંત્રી શેખાવત પર FIR દાખલ કરવા કરી માંગ, 2 ધારાસભ્યો કરાયા સસ્પેન્ડ

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ કાવતરું કરીને રાજ્યની કોંગ્રેસ સરકારને પછાડવાનો પ્રયાસ કર્યો છે અને સચિન પાયલોટે આ ષડયંત્રમાં ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કેન્દ્રીય જળ ઉર્જા પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત પર ગંભીર આક્ષેપો […]

Uncategorized
fda45ab037f51a19f969066366eeb2d1 1 કોંગ્રેસે કેન્દ્રીયમંત્રી શેખાવત પર FIR દાખલ કરવા કરી માંગ, 2 ધારાસભ્યો કરાયા સસ્પેન્ડ

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસ પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ કાવતરું કરીને રાજ્યની કોંગ્રેસ સરકારને પછાડવાનો પ્રયાસ કર્યો છે અને સચિન પાયલોટે આ ષડયંત્રમાં ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કેન્દ્રીય જળ ઉર્જા પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, “એસઓજીએ ગજેન્દ્રસિંહ શેખાવત સામે એફઆઈઆર દાખલ કરવી જોઈએ.”

સુરજેવાલાએ 2 ઓડિઓ ટેપનો ઉલ્લેખ કરીને ભાજપ પર સરકારને અસ્થિર કરવા અને પછાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો અને કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા ગજેન્દ્રસિંહ શેખાવતની ધરપકડ કરવાની માંગ કરી હતી.

સુરજેવાલાએ કથિત ઓડિઓ ટેપને ટાંકીને ભંવર લાલ શર્મા (ધારાસભ્ય) અને સંજય જૈન (ભાજપ નેતા) ની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસે ભંવર લાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે અને તેમનું પ્રાથમિક સભ્યપદ રદ કર્યું છે.

આ દરમિયાન, મધ્યપ્રદેશમાં ભાજપ સરકારની રચનાનો ઉલ્લેખ કરતા સુરજેવાલાએ કહ્યું કે, કોરોના મહામારી વચ્ચે, ભાજપે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને પછાડવાનું ખામીયુક્ત કામ કર્યું હતું. ભાજપ હવે રાજસ્થાનમાં પણ આવું જ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ વખતે તેઓએ ખોટા રાજ્યને છેડ્યો છે.

સુરજેવાલાએ કહ્યું, “એવું લાગે છે કે ભાજપ સરકાર કોરોના અને ચીન સામે લડવાની જગ્યાએ ચૂંટાયેલી સરકારોને ગબડવાના કાવતરામાં લાગી છે.”

કોંગ્રેસ નેતાએ કહ્યું કે સચિન પાયલોટે બહાર આવીને આ સત્ય જાહેર કરવું જોઈએ અને ધારાસભ્યોની યાદી જારી કરવી જોઈએ. આપને જણાવી દઈએ કે છેલ્લા લગભગ 1 અઠવાડિયાથી રાજસ્થાનમાં રાજકીય આંદોલન તીવ્ર બન્યું છે. સચિન પાયલોટ ગુરુગ્રામની એક હોટલમાં પોતાના સમર્થક ધારાસભ્યો સાથે રોકાયા છે અને તેમની માંગણીઓ માટે રાજ્ય સરકાર ઉપર સતત દબાણ કરી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીએ સચિન પાયલોટની હાલ માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને તેમને પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદ અને નાયબ મુખ્ય પ્રધાનથી હટાવ્યા છે. સચિવ પાયલોટ ઉપરાંત તેમના સમર્થક પ્રધાનોને પણ હટાવવામાં આવ્યા છે અને સાથે અધ્યક્ષ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.