Gujarat/ જેલમાંથી છૂટ્યા બાદ મેવાણી વધુ આક્રમક બન્યા, દલિતોના સમર્થનમાં ગુજરાત બંધની ચેતવણી

આસામમાં કસ્ટડીમાંથી મુક્ત થઈને ગુજરાત પરત ફરેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે 1 જૂને ગુજરાત બંધનું એલાન આપ્યું છે.

Top Stories Gujarat
jail

આસામમાં કસ્ટડીમાંથી મુક્ત થઈને ગુજરાત પરત ફરેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે 1 જૂને ગુજરાત બંધનું એલાન આપ્યું છે. મેવાણીએ કહ્યું છે કે, જો રાજ્ય સરકાર 2016માં જનઆંદોલન દરમિયાન દલિતો સામે નોંધાયેલા કેસ પાછા નહીં ખેંચે તો તેઓ ગુજરાત બંધ કરી દેશે.

અમદાવાદના વાડજ વિસ્તારમાં રામદેવ પીર નો ટેક્રો ખાતે પહોંચ્યા બાદ એક વિશાળ જાહેર સભાને સંબોધતા મેવાણીએ કહ્યું હતું કે, “જો આ સરકાર ઉના વિરોધ દરમિયાન દલિતો પર નોંધાયેલા કેસો પાછા નહીં ખેંચે, તો 1 જૂને ગુજરાત બંધ પાળશે. ”

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મંગળવારે અમદાવાદ પરત ફરતા એરપોર્ટથી સારંગપુર આંબેડકરની પ્રતિમા સુધી રોડ શો કર્યો હતો. આસામ પોલીસ દ્વારા બે કેસમાં ધરપકડ કરાયેલા મેવાણીને તાજેતરમાં જ ત્યાંની અદાલતે જામીન આપ્યા હતા.

તેમણે કહ્યું, “જે રીતે પાટીદાર આંદોલનને લગતા કેસો પાછા ખેંચવામાં આવ્યા હતા, તે રીતે આ કેસો પણ પાછા ખેંચવા જોઈએ. તે સારું થયું કે તેઓએ પાટીદારો સામેના કેસો પાછા ખેંચ્યા. અમે તેને સમર્થન આપીએ છીએ.”

આ પણ વાંચો:દાઉદ ઈબ્રાહિમના ભત્રીજાને ઝટકો, સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી