mizoram/ ચાર વર્ષની બાળકીએ એવું તો શું કર્યું કે તેણીના વાયરલ વિડીયોના પીએમ મોદીએ પણ વખાણ કર્યા

મિઝોરમના ચાર વર્ષના એસ્થર હમટે ‘મા તુઝે સલામ’ ગાઇ રહ્યા હતા. પીએમ મોદીએ પણ તેમના ટ્વીટને પસંદ કરીને રિટ્વીટ કર્યું છે.

India
shah 4 ચાર વર્ષની બાળકીએ એવું તો શું કર્યું કે તેણીના વાયરલ વિડીયોના પીએમ મોદીએ પણ વખાણ કર્યા

ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ઘણા ક્યુટ બાળકો, કે પ્રાણીઓ કે પછી અન્ય ઘણા પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા હોય છે. પરંતુ હાલમાં જ ચાર વર્ષની બાળકીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને ખૂબ પ્રશંસા મળી રહી છે. આ વીડિયો પણ એટલો સુંદર છે કે દેશના વડા પ્રધાન પણ તેની પ્રશંસા કરતા રોકી શક્યા નહીં. તો ચાલો હું તમને જણાવું કે આ વિડિઓમાં શું ખાસ છે.

Earth Quake / કચ્છમાં વહેલી સવારે ફરી ધ્રુજી ધારા……

મિઝોરમના ચાર વર્ષિય એસ્થર હમટેએ યુટ્યુબ પર ‘વંદે માતરમ’ ગીતને નવી અને પ્રેમપૂર્ણ શૈલીમાં ગાયું છે. તેનું ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે, લોકો આ વીડિયોને ઘણો પ્રેમ આપી રહ્યા છે. વીડિયોમાં ચાર વર્ષીય એસ્થરનો અવાજ ખૂબ જ સુંદર લાગ્યો છે. આ વીડિયો યુટ્યુબ પર પોસ્ટ થતાની સાથે જ તેનો સર્વત્ર વાયરલ થઈ ગયો હતો અને ત્યારબાદ પીએમ મોદીએ પણ આ વીડિયો જોયો હતો અને ટ્વિટ કરીને લખ્યું હતું, ક્યૂટ અને પ્રશંસા! આ સાંભળીને અમને એસ્થર હમ્ટે પર ગર્વ છે.

Coronavirus Alert / ફ્રાંસ બાદ હવે બ્રિટનમાં પણ ફરી લોકડાઉનની જાહેરાત, કોરોના દર…

ગુજરાત / પેટા ચૂંટણી પ્રચારના પડઘમ હવે થશે શાંત, અને યોજાશે……

એસ્થેરનો આ વીડિયો માત્ર PM મોદી જ નહિ પરંતુ અન્ય ઘણા લોકોના દિલમાં ઘર કરી ગયો છે.  એટલું જ નહીં મોદી જ નહીં મિઝોરમના મુખ્ય પ્રધાન પણ આ વીડિયોની પ્રશંસા કરી ચૂક્યા છે .જોરમથંગાએ એસ્થર હમટેના ગીતને ટ્વિટરથી શેર કર્યું છે અને તેની યુટ્યુબ ચેનલની લિંક્સ પણ પોસ્ટ કરાઈ હતી એમ પણ લખ્યું હતું કે મિઝોરમના ચાર વર્ષના એસ્થર હમટે ‘મા તુઝે સલામ’ ગાઇ રહ્યા હતા. પીએમ મોદીએ પણ તેમના ટ્વીટને પસંદ કરીને રિટ્વીટ કર્યું છે.