Crime/ બે-બે અંડરવેરમાં આવી રીતે છૂપાવ્યું હતું સોનું, ખુલાસો થતા અધિકારીઓના ઉડી ગયા હોશ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્થિત ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરી મામલો સામે આવ્યો છે. એરપોર્ટ પર ચાર તસ્કરોની શંકાસ્પદ હાલતમાં તપાસ કરતા ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી મોટી માત્રામાં સોનું મળી આવ્યું છે. તેણે ખૂબ જ આશ્ચર્યજનક રીતે સોનું છુપાવ્યું હતું. પકડાયેલા સોનાની કિંમત આશરે દો 1.5 કરોડ જેટલી હોઇ શકે છે. ભારતમાં જે […]

India
gold arrested બે-બે અંડરવેરમાં આવી રીતે છૂપાવ્યું હતું સોનું, ખુલાસો થતા અધિકારીઓના ઉડી ગયા હોશ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સ્થિત ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરી મામલો સામે આવ્યો છે. એરપોર્ટ પર ચાર તસ્કરોની શંકાસ્પદ હાલતમાં તપાસ કરતા ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી મોટી માત્રામાં સોનું મળી આવ્યું છે. તેણે ખૂબ જ આશ્ચર્યજનક રીતે સોનું છુપાવ્યું હતું. પકડાયેલા સોનાની કિંમત આશરે દો 1.5 કરોડ જેટલી હોઇ શકે છે. ભારતમાં જે રીતે સોનું લાવવામાં આવ્યું હતું તે ખુલાસો થતા અધિકારીઓના હોંશ ઉડી ગયા હતા.

Image result for lucknow airport

કોરોનાએ એવું ખત્તરનાક રુપ ધારણ કર્યુ કે 86 વર્ષની મહિલાની કાપવી પડી ત્રણ આંગળીઓ, જાણો પછી શું થયું…

પોલીસના જણાવ્યા મુજબ કસ્ટમ તસ્કરો પાસેથી ત્રણ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત બજારમાં એક કરોડ 49 લાખ 19 હજાર હોવાનું જણાવાયું છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સોના અન્ડરવેરમાં છુપાવવામાં આવ્યું હતીુ. કસ્ટમ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે સોનાને ખાસ કવચ અને અન્ડરવેરમાં રાખવામાં આવ્યા છે. આરોપીએ બે-બે અન્ડરવેર પહેર્યા હતા. આમાં ત્રણ કિલો સોનું રાખવામાં આવ્યું હતું.

Image result for lucknow airport arrested

ચાર જુદા જુદા તસ્કરોએ આ પ્લાન બનાવ્યો હતો. હવે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કારણ કે આ સોનું ક્યાંથી લાવવામાં આવતું હતું અને તે શા માટે લાવવામાં આવ્યું હતું, તે માહિતી એકઠી કરવામાં આવી રહી છે. આ સાથે એવી પણ પૂછપરછ કરવામાં આવશે કે ચારેય લોકોએ પહેલા આવું કામ ક્યારે કર્યુ છે. તેની માહિતી પણ એકઠી કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ વિદેશથી આવતા મુસાફરો પર કસ્ટમ દ્વારા નજર રાખવામાં આવી છે.

આ શખ્સે પૂર્વ પ્રેમિકાને ડેટ પર લઇ જવા માટે એવું કામ કર્યુ કે તમામ લોકો જોતા જ રહી ગયા…

નોંધપાત્ર વાત એ છે કે, આ પહેલા પણ આ એરપોર્ટ પર મિક્સરની અંદર સોનું ઝડપાયું હતું. આ સોનું મિક્સરની મોટરની અંદર છુપાયેલું હતું. અધિકારીઓને મુસાફરની વિગતો અંગે શંકા હતી અને જ્યારે સંપૂર્ણ તપાસ કરતા સોનું મળી આવ્યું હતું. આ તમામ સોનું દુબઈથી લાવવામાં આવી રહ્યું છે. તેની પાછળ માફિયાઓ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.