ગુજરાત/ વડોદરાનાં પાદરામાંથી કરોડોનું એમડી ડ્રગ્સ પકડાયું , જેમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી

  રાજય માં કોરોના કેસ  હવે ઘટતા  હવે  અકસ્માત,લૂટ, જેવા બનાવો વધતા જોવા મળી રહ્યા છે . જેમાં  વડોદરા  જીલ્લાના  પાદરા ગામમાંથી કરોડોના ડ્રગ્સનો જથ્થો  મળી આવ્યો છે . નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને પાદરા પોલીસે સાથે ઓપરેશન પાર  પડ્યું હતું .જેમાં  કરોડો રૂપિયાનો એમડી  ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં  હાલ પાદરા પોલીસ સ્ટેશનમાં આ  […]

Gujarat Vadodara
Untitled 172 વડોદરાનાં પાદરામાંથી કરોડોનું એમડી ડ્રગ્સ પકડાયું , જેમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી

  રાજય માં કોરોના કેસ  હવે ઘટતા  હવે  અકસ્માત,લૂટ, જેવા બનાવો વધતા જોવા મળી રહ્યા છે . જેમાં  વડોદરા  જીલ્લાના  પાદરા ગામમાંથી કરોડોના ડ્રગ્સનો જથ્થો  મળી આવ્યો છે . નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને પાદરા પોલીસે સાથે ઓપરેશન પાર  પડ્યું હતું .જેમાં  કરોડો રૂપિયાનો એમડી  ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં  હાલ પાદરા પોલીસ સ્ટેશનમાં આ  બધો મુદ્દામાલ . રાખવમાં આવ્યો છે .તેમજ  એનસીબી અને પાદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે .

એનસીબી અને પાદરા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં અંદાજે 1 કિલોનું એમડી ડ્રગ્સ પકડાયું છે. પાદરાના સમિયાલા ગામ પાસેના રોડ પરથી એક ગાડી પકડાઈ હતી, જેમાં આ ડ્રગ્સનો જથ્થો લઈ જવાતો હતો. આ સાથે જ 5 આરોપીઓ પકડાયા છે .જે અંતર્ગત પોલીસે બે ગાડીઓ અને મોટી રકમ પણ આરોપીઓ પાસેથી જપ્ત કરી છે. આ ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે.તેમજ આ અંગે વધુ તપાસ પણ કરવામાં આવી જેથી  ગુજરાત માં  કેટલું ડ્રગ્સ વેચાઈ રહ્યું છે .તેમજ  ગુજરાત ના કેટલા યુવાનો  ના ડ્રગ્સ ના રવાળે ચડ્યા છે તે શોધવા ગુજરાત પોલીસ સજ્જ બની રહી છે . તેમજ એમડી  ડ્રગ્સ અંગે બપોર સુધીમાં  પ્રેસ કોન્ફરન્સ  એનસીબી દ્વારા કરાશે .