Not Set/ અમદાવાદના ઘરો નથી સલામત,બિન્દાસ્ત તૂટી રહ્યા છે ઘરના અને તિજોરીના તાળાં

અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓ બનતાં નાગરીકો ત્રસ્ત થઈ ગયા છે સીસીટીવી ફુટેજ અને સિક્યુરીટી ગાર્ડસ હાલના સમયમાં મોટાભાગના સોસાયટીમાં હોવા છતા તસ્કરો બિદાસ્ત ઘરફોડ ગુનાઓને અજામ આપી રહ્યા છે આ સ્થિતિમાં દાણીલીમડા તથા વટવા વિસ્તારમાં ઘરફોડની વધુ બે ઘટના સામે આવી છે. દાણીલીમડા નગમાનગર નજીક આવેલી ઈમરાન રેસીડેન્સીમમાં રહેતા અકરમમ સાબીરઅલી અંસારી નોકરી કરી પરીવારનુ […]

Ahmedabad Gujarat
chori અમદાવાદના ઘરો નથી સલામત,બિન્દાસ્ત તૂટી રહ્યા છે ઘરના અને તિજોરીના તાળાં

અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓ બનતાં નાગરીકો ત્રસ્ત થઈ ગયા છે સીસીટીવી ફુટેજ અને સિક્યુરીટી ગાર્ડસ હાલના સમયમાં મોટાભાગના સોસાયટીમાં હોવા છતા તસ્કરો બિદાસ્ત ઘરફોડ ગુનાઓને અજામ આપી રહ્યા છે આ સ્થિતિમાં દાણીલીમડા તથા વટવા વિસ્તારમાં ઘરફોડની વધુ બે ઘટના સામે આવી છે.

દાણીલીમડા નગમાનગર નજીક આવેલી ઈમરાન રેસીડેન્સીમમાં રહેતા અકરમમ સાબીરઅલી અંસારી નોકરી કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે કેટલાક દિવસ અગાઉ અકરમભાઈ પરીવારને લઈ નજીકમા જ રહેતા મોટાભાગના ઘરે ગયા હતા જ્યાથી સાજના સુમારે પરત ફરતા તેમના દરવાજાના તાળા તૂટેલા જાઈ તે ચોકી ઉઠ્યા હતા ઘરમાં તપાસ કરતા બેડરૂમમા મુકેલી તિજારીમાંથી એક લાખની રોકડ તથા સોના ચાદીના દાગીના સહીત રૂપિયા બે લાખનો મતાની અજાણ્યો શખ્શો ચોરી કરી ગયા હતા.

અન્ય બનાવ વટવામાં બન્યો છે બ્રીજની બાજુમાં રાધે ઓમ સીટીમા રહેતા અલ્પેશભાઈ મકવાણાએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે કે કેટલાક દિવસ અગાઉ પોતે પરીવાર સહીત વતન બોટાદ ખાતે ગયા હતા એના બીજા દિવસે પાડોશી રજનબેને ફોન કરી તેમના ઘરનો દરવાજા ખુલ્લો હોવાની તેમને જાણ કરી હતી.

તાબડતોડ ઘરે પહોચતા અલ્પેશભાઈ જાતા બેડરૂમમાં મુકેલી તિજારી અડધી ખુલી હતી જેમા મુકેલા સોના ચાદીના દાગીના તથા રોકડા રૂપિયા પચોતેર હજાર સહીતા કુલ દોઢ લાખની મતા ઉપર ચોરોએ હાથ ફેરો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.