Viral video/ કોરોના કાળમાં વધુ એક નેતા ભૂલ્યા ભાન, મંત્રી જયેશ રાદડિયા માસ્ક વગર ઘૂમ્યા ગરબે

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને દરરોજ ૧૫૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે, તો ૧૫ થી વધુ લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે.

Videos
a 243 કોરોના કાળમાં વધુ એક નેતા ભૂલ્યા ભાન, મંત્રી જયેશ રાદડિયા માસ્ક વગર ઘૂમ્યા ગરબે

ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે અને દરરોજ ૧૫૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી રહ્યા છે, તો ૧૫ થી વધુ લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે. જેમાં રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે બનાવવામાં આવેલી કોરોના હોસ્પિટલ પણ ફૂલ થવા આવી છે, ત્યારે બીજી બાજુ નેતાઓને જાણે કોરોના નડતો જ નથી એમ તેઓ ભાન ભૂલી રહ્યા છે.

હવે રુપાણી સરકારમાં કેબીનેટ મંત્રી એવા જયેશ રાદડિયાએ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જ્યાં તેઓ લગ્નમાં માસ્ક વગર ધુમ્યા ગરબે હતા. પ્રાપ્ત જાણકારી મુજબ, જયેશ રાદડીયા મિત્રની પુત્રીના લગ્ન સમારંભમાં ગરબે રમ્યા હતા અને જયેશ રાદડિયાનો ગરબાનો વીડિયો વાયરલ પણ થયો છે.

આ વિડીયોમાં જયેશ રાદડિયા માસ્ક વિના જ ગરબે ઘૂમી રહ્યા છે. સાસણ-ગીરના વિશાલ ગ્રીનવુડમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો હતો.

https://youtu.be/V4jj2aBER1c

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…