ઇન્ડોનેશિયાની સેનાએ કહ્યું હતું કે નેવી સબમરીનરિસોર્ટ બાલી પાસે લાપતા થઇ છે.જેમાં 53 લોકો સવાર હતા. આ ઘટના બાબતે સેનાના અધિકારી હાદી તિજાહજાન્તોએ કહ્યું હતું કે કેઆરઆઇ નાન્ગગાલા 402 ટ્રેઇનિંગ અભ્યાસમાં ભાગ લઇ રહી હતી ત્યારે તે લાપતા થઇ હતી.
ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સબમરીને આગળ વધવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ તેના થોડા સમય બાદ તેનો સંપર્ક થઇ શક્યો મ હતો. આ સબમરીનો સંપર્ક ના થતાં સેનાએ તેને શોધવાના પ્રયત્નો હાથ ધરીયાં હતાં.હેલિકોપ્ટરે સબમરીન જયાં લાપતા થઇ હતી ત્યાં ઓઇલ ઢોળાયેલું જોવા મળે છે.
આ સબમરીનમાં 49 ક્રુ મેમ્બર અને ત્રણ બંદૂકધારી જવાન અને એક કમાન્ડરસવાર હતાં.આ સબમરીનને શોધવા માટે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની મદદ લેવાઇ રહી છે.
