Ashes series/ મિચેલ સ્ટાર્કે 85 વર્ષમાં જે કોઇ ન કરી શક્યું તે કરી બતાવ્યું, Video

બુધવારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની રોમાંચક ટેસ્ટ સીરીઝ Ashes ની શરૂઆત 85 વર્ષ જૂના રેકોર્ડ સાથે થઈ છે. મેચનાં પહેલા જ બોલ પર ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ સ્ટાર્ક રોરી બર્ન્સને ચાલતો કરી દીધો છે.

Top Stories Sports
85 વર્ષ બાદ Ashes માં તૂટ્યો રેકોર્ડ

બુધવારે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની રોમાંચક ટેસ્ટ સીરીઝ Ashes ની શરૂઆત 85 વર્ષ જૂના રેકોર્ડ સાથે થઈ છે. મેચનાં પહેલા જ બોલ પર ઓસ્ટ્રેલિયન બોલર મિશેલ સ્ટાર્ક રોરી બર્ન્સને ચાલતો કરી દીધો છે. Ashes સીરીઝમાં આ બીજી વખત છે જ્યારે સીરીઝની શરૂઆત વિકેટથી થઈ હોય.

Ashes Series

આ પણ વાંચો – Cricket / ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ ટીમની કરી જાહેરાત, દિગ્ગજ ખેલાડીઓ પરત ફર્યા

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સીરીઝ બુધવારથી શરૂ થઈ રહી છે. બન્ને ટીમો બ્રિસ્બેનનાં ગાબા મેદાન પર પ્રથમ ટેસ્ટમાં ટકરાશે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ યજમાન ઓસ્ટ્રેલિયાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતું. કાંગારૂ ટીમે લંચ બ્રેક સુધી ઈંગ્લેન્ડને માત્ર 59 રન બનાવવા દીધા અને ચાર વિકેટ લીધી. ઈંગ્લિશ ટીમને પહેલો ઝટકો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે આપ્યો હતો. તેણે રોરી બર્ન્સને સીરીઝનાં પહેલા બોલ પર જ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જણાવી દઇએ કે, 1936માં બ્રિસ્બેનમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયન બોલર Ernie Mccormick એ પહેલી જ મેચનાં પ્રથમ બોલ પર Stan Worthington ને આઉટ કરી દીધો હતો. જે બાદ 2021 માં મિચેલ સ્ટાર્કે આ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે રોરી બર્ન્સની વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. આપને જણાવી દઈએ કે, જ્યારે 1936માં આવું થયું ત્યારે કેપ્ટન તરીકે બ્રેડમેનની આ પહેલી ટેસ્ટ મેચ હતી. જ્યારે આજે Ashes માં કેપ્ટન તરીકે પેટ કમિન્સની પ્રથમ મેચ છે.

આ પણ વાંચો – ICC Test Ranking / ન્યૂઝીલેન્ડને હરાવવાનો ટીમ ઈન્ડિયાને થયો લાભ, ટેસ્ટ રેન્કિંગમાં પહેર્યો નંબર વનનો તાજ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે Ashes ની પ્રથમ ટેસ્ટ બ્રિસ્બેનનાં ગાબા ખાતે રમાઈ રહી છે. ઈંગ્લિશ કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, ઓપનિંગ બેટ્સમેનોએ ટીમને નિરાશ કર્યા હતા અને 30 રનની અંદર પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન જો રૂટ પોતે પ્રથમ ઇનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તેને જોશ હેઝલવુડે ડેવિડ વોર્નરનાં હાથે કેચ આઉટ કર્યો હતો.

રોરી બર્ન્સ

બન્ને ટીમોનાં પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડ ઈલેવન: જો રૂટ (C), રોરી બર્ન્સ, જોસ બટલર, હસીબ હમીદ, જેક લીચ, ડેવિડ મલાન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

ઓસ્ટ્રેલિયા ઈલેવન: માર્કસ હેરિસ, ડેવિડ વોર્નર, મેરેનસ લેબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, પેટ કમિન્સ (C), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ