Not Set/ મિઝોરમમાં બે અલગ અલગ ઘટનામાં ગુમાવ્યા 19 લોકોએ જીવ, 22 લોકો ઘાયલ

પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં મંગળવારે બે અલગ અલગ ઘટનાઓમાં 19 લોકોના મોત થયા છે જયારે 22 લોકો ઘાયલ થયા છે. પહેલી ઘટના દક્ષિણી મિઝોરમના લુંગલેઈ વિસ્તારમાં થઇ છે જ્યાં ભૂસ્ખલનથી એક બિલ્ડિંગ ધરાસાઈ થઇ ગઈ હતી જેમાં એક ઘટનામાં છ મહિલાઓ સહિત દસ લોકોના મોત થયા. આજ ઘટનામાં એક બીજો શખ્સ પણ ઘાયલ થયો છે. ભૂસ્ખલનમાં […]

Top Stories India
f4e1c32fdc463b8d64453b570a00a2648af08298 rs img preview મિઝોરમમાં બે અલગ અલગ ઘટનામાં ગુમાવ્યા 19 લોકોએ જીવ, 22 લોકો ઘાયલ

પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં મંગળવારે બે અલગ અલગ ઘટનાઓમાં 19 લોકોના મોત થયા છે જયારે 22 લોકો ઘાયલ થયા છે. પહેલી ઘટના દક્ષિણી મિઝોરમના લુંગલેઈ વિસ્તારમાં થઇ છે જ્યાં ભૂસ્ખલનથી એક બિલ્ડિંગ ધરાસાઈ થઇ ગઈ હતી જેમાં એક ઘટનામાં છ મહિલાઓ સહિત દસ લોકોના મોત થયા. આજ ઘટનામાં એક બીજો શખ્સ પણ ઘાયલ થયો છે.

ભૂસ્ખલનમાં 10 લોકોના મોત થયા જયારે બસ દુર્ઘટનામાં 9 લોકોના મોત.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં 14 લોકો રહેતા હતાં જેમાંથી ચાર લોકોને બચાવી લેવાયા છે. હાલ રાહત બચાવની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી રહી છે. બીજી ઘટના લુંગલેઈ જિલ્લાના પંગજોલ ગામની ઘાટીમાં એક બસ પડવાથી બની હતી.

surat 5 મિઝોરમમાં બે અલગ અલગ ઘટનામાં ગુમાવ્યા 19 લોકોએ જીવ, 22 લોકો ઘાયલ

આ ઘટનામાં પાંચ મહિલાઓ સહિત લગભગ 9 લોકોના મોત થયા છે અને 21 જેટલા આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે.

ડ્રાઈવર ઊંઘતો હતો.

પોલીસ અધિકારોના જણાવ્યા મુજબ બસનો ડ્રાઈવ ઊંઘતો હતો અને કંડકટર બસ ચલાવી રહ્યો હતો.આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બન્ન નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બધા મૃતક લોકોના શરીરને ઘાટીમાંથી બહાર નીકાળી લેવામાં આવ્યા છે.