Not Set/ મોડાસા/ખેતીનો પાક નિષ્ફળ જતા, મહિલા ખેડૂતની આત્મહત્યા, કોણ જવાબદાર ..?

મોડાસા તાલુકાના મોદરસુંબા ગામે મહિલા ખેડૂતે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. ખેતીનો પાક નિષ્ફળ જવાન કારણે જીવન ટુંકાવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક તરફ દિકરાના લગ્ન હતા, અને કમોસમી વરસાદને કારણે મગફળી અને અડદનો પાક નિષ્ફળ ગયો હતો. જેથી આર્થિક તકલીફ પડવાથી આઘાત લાગતાં આ પગલુ ભર્યુ હતું. આ વર્ષે જગતના તાત માટે કુદરત […]

Gujarat Others
ફાંસી મોડાસા/ખેતીનો પાક નિષ્ફળ જતા, મહિલા ખેડૂતની આત્મહત્યા, કોણ જવાબદાર ..?

મોડાસા તાલુકાના મોદરસુંબા ગામે મહિલા ખેડૂતે આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. ખેતીનો પાક નિષ્ફળ જવાન કારણે જીવન ટુંકાવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક તરફ દિકરાના લગ્ન હતા, અને કમોસમી વરસાદને કારણે મગફળી અને અડદનો પાક નિષ્ફળ ગયો હતો. જેથી આર્થિક તકલીફ પડવાથી આઘાત લાગતાં આ પગલુ ભર્યુ હતું.

આ વર્ષે જગતના તાત માટે કુદરત જાણે રુઠયો હોય તેવું લાગી રહ્યું છે અને એક પછી એક કુદરતી આફતો ધરતી પુત્રો ના માથે આવી રહી છે ક્યારેક વાવાઝોડા ના રૂપમાં તો ક્યારેક કમોસમી વરસાદના રૂપમાં ત્યારે ઠેર ઠેર પાક બગડવા ના કિસ્સા સામે આવ્યા છે,  જેના કારણે ખેડૂતો આત્મહત્યા સુધી ના પગલાં ભરી રહ્યા છે. આવોજ એક કિસ્સો અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે. શુ છે સમગ્ર ઘટના ચલો જોઈએ….

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોદરસુંબા ગામે એક મહિલા ખેડતે પાક નિષ્ફળ જવાના કારણે આપઘાત કર્યો હોવાનું કિસ્સો સામે આવ્યો છે. મોડાસા તાલુકા ના મોદરસુંબા ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મંજુલાબેન સોમાભાઈ પરમાર ના માથે તેમના પરિવારની સઘળી જવાબદારી હતી.

તેમના ઘરમાં 5 દીકરીઓ તેમજ એક દીકરો હતો જેના આવનાર સમયમાં લગ્ન લેવાના હોય તેના ખર્ચ માટે મંજુલા બેન દ્વારા રાતદિવસ એક કરી ખેતી કરી પૈસા ભેગા કરવાનું લક્ષ્ય હતું. પરંતુ કુદરત ને જાણે તેમની મહેનત દાઝ આવી હોય તેમ તેમના ખેતર માં કરેલ મગફળી , કપાસ , અડદ , ગવાર સહિત ની ખેતી નો પાક કમોસમી વરસાદ ના કારણે નિષ્ફળ ગયો હતો. જેના કારણે લાગી આવતા તેમને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

સમગ્ર ઘટના અંગે ગળે ફાંસો ખાનાર મહિલા ને ગ્રામજનો દ્વારા 108 મારફતે મોડાસા ખાતે હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલ માં મોત નીપજ્યું હતું.સમગ્ર ઘટના અંગે મોડાસા રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચાલુ વર્ષે કુદરતી આફતો સામે જગતના તાત ની બે પાંદડે થવાની આશાઓ પર પાણી ફરી વળ્યાં છે.ત્યારે જગતનો તાત કુદરત ને એકજ પ્રોર્થના કરી રહ્યો છે કે આવનાર સમયની ખેતી સલામત રીતે થાય તો તે બે પાંદડે થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.