Not Set/ મુંબઈ : મોડલ દીકરાએ તેની ફેશન ડીઝાઇનર માતાની કરી હત્યા

મુંબઈ દેશની આર્થિક રાજધાની મુંબઈના ઓશીવારા વિસ્તારમાં ફેશન ડીઝાઈનર સુનીતા સિંહનું મૃત શરીર ફ્લેટમાંથી મળી આવ્યું હતું. આ ઘટના પર પોલીસે તેના દીકરાની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે. ૪૫ વર્ષીય સુનીતાને ડેડ બોડી શુક્રવારે લોખંડવાલામાં આવેલા ફ્લેટના બાથરૂમ માંથી મળ્યો હતો. સુનીતાને માથા પર વાગ્યું હોય તેના નિશાન હતા. સુનીતાને નજીકની કપૂર હોસ્પીટલમાં લઇ […]

India Trending
sunita મુંબઈ : મોડલ દીકરાએ તેની ફેશન ડીઝાઇનર માતાની કરી હત્યા

મુંબઈ

દેશની આર્થિક રાજધાની મુંબઈના ઓશીવારા વિસ્તારમાં ફેશન ડીઝાઈનર સુનીતા સિંહનું મૃત શરીર ફ્લેટમાંથી મળી આવ્યું હતું. આ ઘટના પર પોલીસે તેના દીકરાની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે.

૪૫ વર્ષીય સુનીતાને ડેડ બોડી શુક્રવારે લોખંડવાલામાં આવેલા ફ્લેટના બાથરૂમ માંથી મળ્યો હતો. સુનીતાને માથા પર વાગ્યું હોય તેના નિશાન હતા.

સુનીતાને નજીકની કપૂર હોસ્પીટલમાં લઇ જવામાં આવી પણ ડોકટરે તેને મૃત ઘોષિત કરી હતી.  પોલીસને આ મામલે તેના ૨૩ વર્ષીય દીકરા લક્ષ્ય પર શક છે. લક્ષ્ય મુંબઈમાં મોડલિંગ કરે છે. હાલ પોલીસે લક્ષ્યની ધરપકડ કરી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે માં-દીકરા વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થયો હતો જેના લીધે લક્ષ્યએ સુનીતાને ધક્કો માર્યો હતો જેના લીધે તે બાથરૂમ પડી ગઈ હતી. ત્યારબાદ લક્ષ્ય ઘરેથી નીકળી ગયો હતો. સવારે જયારે લક્ષ્ય ઘરે આવ્યો તો તેણે જોયું કે તેની માતા સુનીતા બાથરૂમમાં પડેલી હતી તે તરત જ તેને હોસ્પીટલમાં લઇ ગયો પરંતુ ડોકટરે તેને મૃત ઘોષિત કરી હતી.

સુનીતાના પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે પોલીસે લક્ષ્યની ધરપકડ કરી છે.