જામીન/ પહેલવાન સુશીલ કુમાર સહિત નવ આરોપી સામે બિન જામીનપાત્ર વોરંટ

સુશીલ કુમાર સહિત નવ આરોપી ઓ સામે બિનજામીન પાત્ર વોરંટ

India
sushil પહેલવાન સુશીલ કુમાર સહિત નવ આરોપી સામે બિન જામીનપાત્ર વોરંટ

છત્રસાલ સ્ટેડિયમમાં પહેલવાન સાગર ધનકડની હત્યા કરીને ફરાર થઇ ગયેલા આરોપી સુશીલ પહેલવાન સહિત નવ લોકો સામે દિલ્હી કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ જારી કર્યો છે.આ આદેશ બાદ દિલ્હી પોલીસે આરોપીઓ પર ઇનામની જાહેરાત કરવાની પ્રક્રીયા ઝડપી બનાવી છે. સુશીલ કુમારને પકડવા માટે પોલીસ સક્રીય થઇને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગુરૂગ્રામમાં પણ દરોડા પાડ્યા હતાં. પરતું ત્યાં પોલીસને સફળતા મળી ન હતી.

પોલીસના જણાવ્યા અનુસાર પહેલવાન સુશીલ કુમાર સહિત નવ આરોપી સામે બિનજામીન પાત્ર વોરંટ જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.સત્વરે આરોપીને પકડવા માટે પોલીસ ઇનામની જાહેરાત કરી શકે છે. આ પહેલા દિલ્હી સરકારે પત્ર લખીને સુશીલ કુમારને જાણકારી આપી હતી કે તેમની સરકારી નોકરી પરથી સસ્પેન્ડ થઇ શકે છે.દિલ્હી સરકાર આ મામલે મોટી કાર્યવાહી કરી શકે છે તેને છત્રસાલ સ્ટેડિયમના ઓએસડીના પદથી હટાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે ચાર મે ના રોજ  સાગર ધનકડને માર મારતા તેનું મોત થઇ ગયું હતું .તેને મારવામાં સુશીલ કુમાર સહિત નવ આરોપી સામેલ હતાં તમામ આરોપી હાલ ફરાર છે.