ગેંગરેપ/ રાજસ્થાનમાં ગેંગરેપ બાદ યુવતીને બિલ્ડિંગની બારીમાંથી ફેંકી દીધી,પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

રાજસ્થાનના ચુરુ શહેરમાં એક યુવતી (25) સાથે કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને પછી તેને પહેલા માળની બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી

Top Stories India
10 10 રાજસ્થાનમાં ગેંગરેપ બાદ યુવતીને બિલ્ડિંગની બારીમાંથી ફેંકી દીધી,પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

રાજસ્થાનના ચુરુ શહેરમાં એક યુવતી (25) સાથે કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને પછી તેને પહેલા માળની બારીમાંથી નીચે ફેંકી દેવામાં આવી હતી. પોલીસે શનિવારે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે ચુરુના રેલવે સ્ટેશન પાસે બની હતી. એક આરોપીએ નોકરીની ઓફર કર્યા બાદ પીડિતા શુક્રવારે નવી દિલ્હીથી ચુરુ આવી હતી અને ચારેય આરોપીઓ યુવતીને હોટલના રૂમમાં લઈ ગયા હતા.

પીડિતાની ફરિયાદ મુજબ, દેવેન્દ્ર સિંહ અને વિક્રમ સિંહે તેની સાથે બળાત્કાર કર્યો અને તેણે તેના હાથ દોરડાથી બાંધીને બિલ્ડિંગની બારીમાંથી ફેંકી દીધી.

આ મામલાને લઈને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ મમતા સારસ્વતે કહ્યું કે શુક્રવારે પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ આરોપી વિરુદ્ધ ગેંગરેપ અને મારપીટનો કેસ નોંધવામાં આવ્યો છે. અન્ય બે આરોપીઓની ઓળખ ભવાની સિંહ અને સુનીલ રાજપૂત તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી