Not Set/ આધુનિક યુગમાં ગુજરાતનાં આ વિસ્તારમાં જોવા મળી અનોખી પરંપરા, પોતાના જ લગ્નમાં વરરાજા રહે છે ગેરહાજર, બહેન લે છે ફેરા

આજે દુનિયા ઘણી આગળ પહોચી ગઇ છે. જે સમયમાં માણસ અવકાશ સુધી પહોચવામાં સફળ રહ્યો છે તે સમયે ભારતમાં ઘણા એવા વિસ્તારો છે જ્યા આજે પણ અનોખી પરંપરા સાથે લોકો પોતાનું જીવન વિતાવી રહ્યા છે. એક ઘટના ગુજરાતથી સામે આવી છે જ્યા વરરાજા પોતાના જ લગ્નમાં ગેરહાજર રહે છે. Groom's sister marries the bride- Gujarat […]

Top Stories Gujarat
1558850192 આધુનિક યુગમાં ગુજરાતનાં આ વિસ્તારમાં જોવા મળી અનોખી પરંપરા, પોતાના જ લગ્નમાં વરરાજા રહે છે ગેરહાજર, બહેન લે છે ફેરા

આજે દુનિયા ઘણી આગળ પહોચી ગઇ છે. જે સમયમાં માણસ અવકાશ સુધી પહોચવામાં સફળ રહ્યો છે તે સમયે ભારતમાં ઘણા એવા વિસ્તારો છે જ્યા આજે પણ અનોખી પરંપરા સાથે લોકો પોતાનું જીવન વિતાવી રહ્યા છે. એક ઘટના ગુજરાતથી સામે આવી છે જ્યા વરરાજા પોતાના જ લગ્નમાં ગેરહાજર રહે છે.

ગુજરાતનાં આદિવાસી સુરખેડા ગામથી એક હેરાન કરી દે તેવી ઘટના સામે આવી છે. અહી વરરાજાને જાનમાં જવાની પરવાનગી નથી હોતી. આ સમય દરમિયાન તે પોતાના ઘરે જ રહે છે. તેની જગ્યાએ તેની અવિવાહિત બહેન લગ્નમાં વરરાજાનાં રૂપમાં દરેક લગ્ન વિધિને પૂરી કરે છે. જો બહેન ન હોય ત્યારે વરરાજાનાં પરિવારની કોઇ અવિવાહિત કન્યા વરરજાનાં રૂપમાં જાય છે. આ સ્થિતિમાં વરરાજા પોતાના ઘરે તેની માતાની સાથે રહે છે અને તેની બહેન દુલ્હનનાં દરવાજે પહોચે છે અને તેની સાથે લગ્ન કરી તેને ઘરે લઇને આવે છે. જો કે અહી વરરાજા શેરવાની પહેરે છે, સાફો પણ ધારણ કરે છે અને તલવાર પણ બાંધે છે, પરંતુ પોતાના જ લગ્નમાં હાજરી આપી શકતો નથી.

શું છે આ પરંપરા પાછળનું કારણ?

ગુજરાતનાં સુરખેડા ગામનાં મુખિયા રામસિંહભાઇ રાઠવાનું આ પરંપરાને લઇને કહેવુ છે કેે, જ્યારે પણ કોઇ વ્યક્તિએ આ પરંપરાની અવગણના કરી છે કે પછી અસ્વિકાર કર્યો છે ત્યારે તેનું ઘણુ નુકસાન થયુ છે. ઘણીવાર ગામનાં લોકોએ પ્રયત્ન કર્યો કે આ પરંપરાને ન માને પરંતુ જ્યારે તેઓ આ કરવા જાય છે ત્યારે જે તે વ્યક્તિનાં લગ્ન તૂટી જાય છે અથવા વૈવાહિક જીવન દુખદ રહે છે.

આદિવાસીઓની આ પરંપરા વિશે પંડિતોનું કહેવુ છે કે, આ અનોખી પરંપરા આદિવાસી સંસ્કૃતિની ઓળખ છે. આ એક લોકકથાનો ભાગ છે, જેનુ પાલન અનંતકાળથી કરવામાં આવી રહ્યુ છે.

આપને જણાવી દઇએ કે, આ કથા મુજબ ત્રણ ગામ સુખડા, સાનદા અને અંબલનાં ગ્રામ દેવતા કુંવારા છે. આ જ કારણ છે કે વરરાજા ઘર પર જ રહે છે. માન્યતા છે કે આમ કરવાથી વરરાજા સુરક્ષિત રહે છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની અનોખી પરંપરા માત્ર ગુજરાતમાં જ નથી, દેશનાં ઘણા ભાગોમાં આજે પણ ઘણી એવી પરંપરા છે જેને જાણી સૌ કોઇ ચોંકી જાય છે.