અમદાવાદ.
જેમ કે અમદાવાદ શહેરનું નામ હેરિટેજ સિટી તરફથી ભુવા સીટી હોય એવું જણાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદની સાથે જ કોર્પોરેશનનાં સબ સલામતના દાવાઓ પોકળ સાબિત થયા છે. ગઈકાલે જ શુક્રવારનાં રોજ જુહાપુરા વિસ્તારમાં ભૂવો પાડવાની ઘટના સામે આવી છે. જુહાપુરા વિસ્તારમાં ભુવો પડવાને કારણે એક કાર તેમાં ખાબકી ગઈ હતી.
આપને જણાવી દઈએ કે કારમાં સવાર 2 લોકોનો તો હેમખેમ બચાવ કરી લેવામાં આવ્યો છે, પરંતુ સવાલ થાય કે વરસાદ પહેલા અમદાવાદ કોર્પોરેશન પ્રી-મોનસૂન કામગીરી કરી હોવાના દાવાઓ કરે છે. પરંતુ જ્યારે ભારે વરસાદ પડે છે તો શહેરમાં અનેક રસ્તાઓ પર ભૂવાઓ પડે છે. તો બીજી તરફ માત્ર એક જ વરસાદમાં ક્યાંક રસ્તાઓ ધોવાઇ ગયા તો ક્યાંક રોડ બેસી ગયા છે. જેનાં પગલે સ્થાનિકોમાં પારાવાર મુશ્કેલીઓ થઇ રહી છે.