National News/ મોદી કેબિનેટના મોટા વિસ્તરણ અને ફેરબદલની અટકળો તેજ; 17 નવા ચેહરાઓને મળશે એન્ટ્રી

ભાજપ સંગઠનમાં ફેરફાર બાદ હવે Modi Cabinetના મોટા વિસ્તરણ અને ફેરબદલની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જાણો કયા નવા ચહેરાઓને મળશે સ્થાન અને કોના વિભાગો બદલાશે.

NATIONAL Top Stories India
Modi Cabinet

Modi Cabinet Expansion: ભાજપની નવી સંગઠન ટીમની રચના બાદ હવે મોદી સરકારના મંત્રીમંડળમાં મોટા વિસ્તરણ અને ફેરબદલની ચર્ચા તેજ બની છે. રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે કેટલાક વરિષ્ઠ મંત્રીઓ પાસેથી મહત્વના વિભાગો લેવામાં આવી શકે છે, જ્યારે યુવા અને નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ફેરફારમાં 2027ની વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા ચૂંટણીના રાજકીય સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવી શકે છે.

મંત્રીઓના કામકાજના આધારે થશે નિર્ણય

ચર્ચા મુજબ સરકાર આ વખતે મંત્રીઓના પરફોર્મન્સને મહત્વ આપી રહી છે. કયા મંત્રીએ પોતાના વિભાગમાં કેવું કામ કર્યું અને ગ્રાઉન્ડ લેવલે તેમની પહોંચ કેટલી છે, તેની સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા ચૂંટણીપ્રધાન રાજ્યોને ધ્યાનમાં રાખીને પણ ફેરફાર થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે હાલમાં રેલવે, માહિતી અને પ્રસારણ તથા IT જેવા મહત્વના વિભાગોની જવાબદારી છે. ચર્ચા એવી છે કે તેમની પાસેથી કેટલાક વિભાગો લઈને જવાબદારી વહેંચવામાં આવી શકે છે. સાથે જ તેમના કામકાજને ધ્યાનમાં રાખીને તેમને વધુ મહત્વની જવાબદારી અથવા કેબિનેટના ટોચના મંત્રીઓમાં(Modi Cabinet) સ્થાન મળી શકે તેવી અટકળો છે.

નિતિન ગડકરીના વિભાગમાં ફેરબદલની ચર્ચા

નિતિન ગડકરીને કેબિનેટમાંથી(Modi Cabinet) હટાવવામાં આવશે તેવી ચર્ચા વચ્ચે હવે એવું પણ કહેવાઈ રહ્યું છે કે તેમનું મંત્રાલય બદલાઈ શકે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. રાજકીય ચર્ચાઓમાં એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે તેમને હાલની ભારે જવાબદારીમાંથી મુક્ત કરીને અન્ય વિભાગ સોંપવામાં આવી શકે. મોદી સરકારમાં હાલમાં અનેક મંત્રીઓ પાસે એકથી વધુ વિભાગોની જવાબદારી છે. ચર્ચા મુજબ આવા મંત્રીઓ પાસેથી કેટલાક વિભાગો લઈને અન્ય મંત્રીઓને સોંપવામાં આવી શકે છે. ખાસ કરીને મોટા અને મહત્વના મંત્રાલયોમાં નવી ટીમને તક આપવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચૂંટણીના સમીકરણો પણ રહેશે કેન્દ્રમાં

રાજકીય ચર્ચાઓ પ્રમાણે આગામી કેબિનેટ(Modi Cabinet) વિસ્તરણમાં આશરે 15થી 17 નવા મંત્રીઓને સ્થાન મળી શકે છે. તેમાં યુવા ચહેરાઓ ઉપરાંત ભાજપના સહયોગી પક્ષોના નેતાઓને પણ તક મળવાની સંભાવના છે. જોકે, કયા નેતાઓને સ્થાન મળશે અને કોને બહાર કરવામાં આવશે તે અંગે અંતિમ નિર્ણય બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેબિનેટમાં સામાજિક અને પ્રાદેશિક પ્રતિનિધિત્વ વધારવા પર ભાર રહી શકે છે. મહિલાઓ, યુવાનો, Gen-Z અને ચૂંટણીમાં જતા રાજ્યોને કેટલું પ્રતિનિધિત્વ મળે છે તેના પર પણ વિપક્ષની નજર છે.

ક્યારે થઈ શકે કેબિનેટ વિસ્તરણ?

ચર્ચા મુજબ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં મોદી કેબિનેટનું(Modi Cabinet) વિસ્તરણ થઈ શકે છે. જોકે, તારીખ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો ફેરબદલ થાય તો કેટલાક મોટા નામોને નવી જવાબદારી મળી શકે છે અને કેટલાક નવા ચહેરાઓને કેન્દ્ર સરકારમાં મહત્વનું સ્થાન મળી શકે છે.


આ પણ વાંચો : ઘરોમાં પડેલું 32 હજાર ટન સોનું બદલશે ભારતની કિસ્મત, PMની અપીલ પાછળનું મોટું કારણ

આ પણ વાંચો :  PM મોદીની અપીલ બાદ સરકારનો મોટો નિર્ણય, સોના-ચાંદી પર વધ્યો ટેરિફ

આ પણ વાંચો :  એક જ દિવસમાં સોનું ₹3000 અને ચાંદી ₹17000 સસ્તું થયું, જાણો 22-24 કેરેટનો ભાવ