Not Set/ ઓરિસ્સામાં મોદીની રેલી, 2019માં પૂરીથી ચુંટણી લડી શકે છે પીએમ

કેન્દ્ર સરકારમાં મોદી સરકારના 4 વર્ષ પુરા થયા છે ત્યારે હાલ પીએમ મોદી શનિવારના રોજ ઓરીસ્સામાં એક રેલીનું આયોજન કર્યું છે. રેલી દરમિયાન પીએમ ચાર વર્ષના કામકાજનો હિસાબ જનતાને આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઉતર પ્રદેશના વારાણસીના સાંસદ છે. શું ૨૦૧૯માં પીએમ મોદી ચુંટણી લડવા માટે કોઈ બીજી જગ્યાએ જઈ રહ્યા છે? શું ફરી એક […]

Top Stories India
jamnagar 4 ઓરિસ્સામાં મોદીની રેલી, 2019માં પૂરીથી ચુંટણી લડી શકે છે પીએમ

કેન્દ્ર સરકારમાં મોદી સરકારના 4 વર્ષ પુરા થયા છે ત્યારે હાલ પીએમ મોદી શનિવારના રોજ ઓરીસ્સામાં એક રેલીનું આયોજન કર્યું છે. રેલી દરમિયાન પીએમ ચાર વર્ષના કામકાજનો હિસાબ જનતાને આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઉતર પ્રદેશના વારાણસીના સાંસદ છે. શું ૨૦૧૯માં પીએમ મોદી ચુંટણી લડવા માટે કોઈ બીજી જગ્યાએ જઈ રહ્યા છે? શું ફરી એક વાર ૨૦૧૪ની જેમ બે સીટો પરથી ચુંટણી લડશે? ઇન્ડિયા ટુડે ના રીપોર્ટ મુજબ પીએમ મોદી આ વખતે પણ બે સીટો પરથી ચુંટણી લડશે.

પીએમ મોદી ઓરિસ્સાના પુરીથી લોકસભાની ચુંટણી લડી શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ પીએમ મોદી ઓરિસ્સાના પુરીથી લોકસભાની ચુંટણી લડી શકે છે જયારે એમની બીજી સીટ તો વારાણસી જ રહેશે. જોકે હજુ એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે બંને સીટો પરથી જીત્ય બાદ મોદી કઈ સીટ ખાલી કરશે. પીએમ મોદી શનિવારે ઓરિસ્સાના કટકમાં એક વિશાલ રેલીને સંબોધન કરશે અને ચુંટણીનું બ્યુગલ ફૂંકશે.

હકીકતમાં બીજેપી દેશના ઘણાં રાજ્યોમાં મહત્તમ સીટો મેળવી ચુકી છે, જેમ કે ઉતર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન. બીજેપી ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પોતાનો સીટ શેર મહત્તમ કરવા માંગે છે. આ ચાર રાજ્યોમાં બીજેપી પાસે સત્તા નથી. એટલે આ ચાર રાજ્યોમાં બીજેપીને વિસ્તારવા માટે ઘણી સંભાવનાઓ છે. બીજેપી હવે નવા રાજ્યોમાં પોતાના જનાધારનો વિસ્તાર કરવા માંગે છે.

ચાર રાજ્યોમાં લોકસભાની ૧૦૫ સીટો છે.

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં બીજેપીએ ખુબ સારું પ્રદર્શન કર્યું છે અને ત્યાં પાર્ટી બીજા નંબર પર આવી ગઈ છે. આ ચાર રાજ્યોમાં લોકસભાની ૧૦૫ સીટો છે. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં બીજેપી ફક્ત ૬ સીટોજ જીતી શકી હતી, એટલે પાર્ટી પાસે વિસ્તાર વધારવાની અસીમ સંભાવનાઓ છે. આન્ધ્ર પ્રદેશમાં બીજેપી-ટીડીપી અલગ થઇ ચુક્યા છે.

ધાર્મિક સંદેશ સાથે જોડવામાં આવશે.

૨૦૧૯માં મોદી પુરીથી ચુંટણી લડશે તો એક ધાર્મિક સંદેશ પણ હશે. જો પીએમ મોદી પુરીથી ચુંટણી લડે છે તો આ વાત ને ભગવાન વિષ્ણુ સાથે જોડવામાં આવશે. જણાવી દઈએ કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ચુંટણી રેલીઓમાં  ગંગા અને બ્ભાગ્વન શંકર ની ખુબ ચર્ચા કરી હતી. બીજેપી નેતૃત્વ તમામ ધાર્મિક પ્રતીકો નો ઉપયોગ કરવાની કોશિશ કરશે.