Asia Cup/ મોહમ્મદ સિરાજે અચાનક લીધો આ મોટો નિર્ણય, જીતી લીધા બધાના દિલ

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના નામે હતી.

Asia Cup Trending Sports
Mantavyanews 39 મોહમ્મદ સિરાજે અચાનક લીધો આ મોટો નિર્ણય, જીતી લીધા બધાના દિલ

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના નામે હતી. આ મેચમાં મોહમ્મદ સિરાજ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 7 ઓવર બોલિંગ દરમિયાન 21 રન આપ્યા અને 6 વિકેટ લીધી હતી. આ દરમિયાન સિરાજે 1 ઓવરમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવતી વખતે સિરાજે એક મોટી જાહેરાત કરી હતી, જેણે બધાના દિલ જીતી લીધા.

મોહમ્મદ સિરાજની આ જાહેરાતે બધાના દિલ જીતી લીધા

મેન ઓફ ધ મેચનો એવોર્ડ પ્રાપ્ત કરતી વખતે મોહમ્મદ સિરાજે જાહેરાત કરી કે તે તેના એવોર્ડની રકમ શ્રીલંકાના ગ્રાઉન્ડસમેનને દાન કરવા માંગે છે. એશિયા કપ 2023 દરમિયાન લગભગ દરેક મેચ દરમિયાન વરસાદે મેચોમાં વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ માત્ર ગ્રાઉન્ડ્સમેનની મહેનતના કારણે આ મેચ પૂર્ણ થઈ શકી, જેના કારણે મોહમ્મદ સિરાજે આ મોટો નિર્ણય લીધો.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ જય શાહે ચોમાસા દરમિયાન એશિયા કપ માટે કોલંબો અને પાલ્લેકલમાં મેદાન તૈયાર કરનાર ગ્રાઉન્ડસમેનની આખી ટીમને 50 હજાર ડોલરની ઈનામની રકમની પણ જાહેરાત કરી હતી. શાહે X (અગાઉનું ટ્વિટર) પર લખ્યું, ‘ક્રિકેટના ગુમનામ નાયકોને સલામ! એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને શ્રીલંકા ક્રિકેટ (SLC) કોલંબો અને કેન્ડીમાં સમર્પિત ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડસમેન માટે 50 હજાર ડોલરની ઈનામી રકમની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. શ્રીલંકાના રૂપિયામાં આ રકમ અંદાજે 1 કરોડ 60 લાખ રૂપિયા થાય છે.

આ પણ વાંચો: Starlink/ ‘એલોન મસ્ક’ની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની ભારતમાં એન્ટ્રી!

આ પણ વાંચો: Missing China Defence Minister/ ચીનના રાજકારણમાં સૌથી મોટુ બવંડર, ગુમ થયેલા રક્ષા મંત્રી પર આવી આ અપડેટ; દુનિયા સ્તબ્ધ થઈ

આ પણ વાંચો: Asia Cup 2023/ ભારતીય ટીમે આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો, શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું