Video/ મોનાલિસાએ દેશી લુકમાં ‘મિર્ચી લગી તો’ સોંગ પર કર્યો આવો ડાન્સ

મોનાલિસાએ તેનો ડાન્સ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ આ ડાન્સ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ‘મિર્ચી લગી તો’ ગીત અલકા યાજ્ઞિક અને કુમાર સનુ દ્વારા ગાવામાં આવ્યું  છે.

Entertainment
a 395 મોનાલિસાએ દેશી લુકમાં 'મિર્ચી લગી તો' સોંગ પર કર્યો આવો ડાન્સ

મોનાલિસા તેના નવા-નવા ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર ચાહકોનું મનોરંજન કરતી રહે છે. તેના વિડીયો ચાહકોને તે ખૂબ જ પસંદ આવે છે. જ્યારે કોઈ પણ નવું ગીત રિલીઝ થાય છે, ત્યારે મોનાલિસા ચોક્કસપણે તેનો ડાન્સ વિડીયો બનાવે છે અને તેના સોશિયલ મીડિયા પર શેર કરે છે. મોનાલિસાએ હવે સારા અલી ખાન અને અભિનેતા વરૂણ ધવનની ફિલ્મ ‘કુલી નંબર વન’ ના ગીત ‘મિર્ચી લગી તો’ ગીત પર જોરદાર ડાન્સ કર્યો છે. આ ડાન્સ વીડિયોમાં મોનાલિસાના દેશી લુકને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

મોનાલિસાએ તેનો ડાન્સ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ આ ડાન્સ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ‘મિર્ચી લગી તો’ ગીત અલકા યાજ્ઞિક અને કુમાર સનુ દ્વારા ગાવામાં આવ્યું  છે. ગીતનું સંગીત આનંદ-મિલિંદ આપ્યું છે. મિર્ચી લગી તોના રિયલ સોંગની જેમ જ આ સોંગના લિરિક્સ પણ સમીર દ્વારા આપવામાં આવ્યા છે.

Instagram will load in the frontend.

મોનાલિસાના વર્કફ્રન્ટ વિશે વાત કરતાં તેણે તાજેતરમાં જ તેના નવા શો વિશે માહિતી આપી હતી. તેના સિવાય શ્રુતિ શર્મા અને આદિત્ય ઓઝા, વિશાલ આદિત્ય સિંહ પણ નવા ટીવી શો ‘નમક ઇશ્ક કા’ માં કામ કરી રહ્યા છે. મોનાલિસાએ પણ આ સીરીયલની શરૂઆત વિશે એક વીડિયો શેર કર્યો હતો અને ચાહકોને સિરિયલમાં તેના પાત્ર વિશે વાત કરી હતી.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

મોનાલિસાએ ભોજપુરી સિનેમામાં ઘણી ફિલ્મો પણ કરી છે. મોનાલિસાએ ‘સરકાર રાજ’, ‘મની હૈ તો હની હૈ’, ‘ગંગા પુત્ર’ અને ‘કાફિલા’ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મો પણ કરી છે. અભિનેત્રી સ્ટાર પ્લસની સિરિયલ ‘નજર’ માં ડાયનના પાત્રથી હૃદય જીતવામાં સફળ રહી છે. મોનાલિસાએ બિગ બોસ 10 માં પણ ભાગ લીધો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…