Viral Video/ વાંદરાએ કરી હરણની પીઠ પર સવારી, મનમોહક વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રમુજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે એક વાંદરો હરણની પીઠ પર બેસીને તેનો આનંદ માણી રહ્યો છે.

Videos
1 307 વાંદરાએ કરી હરણની પીઠ પર સવારી, મનમોહક વીડિયો થયો વાયરલ

આજે ટેકનોલોજીનાં જમાનામાં તમને સોશિલ મીડિયા વેબસાઇટ્સ પર અનેકો વીડિયો જોવા મળશે. જેમા ઘણા રમૂજી તો ઘણા ચોંકાવી દે તેવા હોય છે. સામાન્ય રીતે આપણે માણસોનાં વીડિયોને સોશિયલ સાઇટ્સ પર જોઇએ છીએ પરંતુ આજે અમે તમને જે બતાવવા જઇ રહ્યા છીએ તે બે જાનવરોનો વીડિયો છે.

આ પણ વાંચો – બોલિવૂડ ગપસપ / શું કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં બનવા જઈ રહી છે માતા ? આ કારણે શરૂ થઈ ચર્ચા

આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રમુજી વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે એક વાંદરો હરણની પીઠ પર બેસીને તેનો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન, હરણ પણ ઝડપથી દોડતુ જોવા મળે છે, તેને સમજાતું નથી કે શું કરવું. તેની પીઠ પર બેસીને વાંદરો પણ કૂદી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, આ ઘટનાનો વીડિયો એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે હરણની ઉપર એક વાંદરો દેખાય છે. આ બધું ત્યારે થયું જ્યારે હરણ રસ્તા પર જઈ રહ્યુ હતુ અને એક વાંદરો કૂદીને તેની ઉપર બેસી ગયો. એટલું જ નહીં, જ્યારે વાંદરો હરણની પીઠ પર બેઠો ત્યારે તે પણ ત્યાં કૂદી રહ્યો હતો. જ્યારે હરણને લાગ્યું કે વાંદરો તેની પીઠ પર બેસી ગયો છે, ત્યારે તે પહેલા તો ચોંકી ગયો પણ પછી ઝડપથી દોડવા લાગ્યો. તેમ છતા પણ તેની ઉપરથી બેઠેલો વાંદરો ઉતર્યો ન હતો. જ્યારે ગધેડો થોડી દૂર ગયા પછી અટકી ગયો, ત્યારે તેણે વિચાર્યું કે વાંદરો કદાચ ઉતર્યો હશે, પરંતુ તોફાની વાંદરો હજુ પણ તેની ઉપર બેઠો હતો. જોકે, થોડા અંતરે ગયા બાદ હરણ અટકી ગયુ.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – TELLYWOOD NEWS / આ ફેમસ જોડી આવી રહી છે Bigg Boss 15, મળી કરોડો રૂપિયાની ઓફર, આંકડો જાણીને દંગ રહી જશો

હાલમાં આ ઘટનાનો વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. બંને પ્રાણીઓ વીડિયોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. લોકોને આ વીડિયો ખૂબ જ રમુજી લાગી રહ્યો છે. આ તોફાની વાંદરાની હરકતો જોઈને બધા હસી રહ્યા છે. આ વીડિયો જોઇને વાંદરો કેટલો તોફાની છે તેનો પણ અંદાજો લગાવી શકાય છે.