Not Set/ મોરબીનાં સિરામીક એકમની મજૂર કોલોનીની અગાસી પરથી મળ્યો મૃતદેહ

મોરબી ના સીરામીક કારખાના માં શ્રમિક યુવાન ની હત્યા માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારી હત્યા વિજય ગણાવા નામના શ્રમિક ની હત્યા લખધીરપુર રોડનાં શિવન સીરામીકની ઘટના મજૂર ક્વાર્ટરની અગાસી પરથી મળી લાશ હત્યા જેવી ઘટના હાલનાં સમયમાં ગુજરાતમાં સામાન્ય થતી જઇ રહી છે. કોઇ પણ નાની મોટી વાતમાં માથા ફરેલા લોકો ગમે તેની હત્યા […]

Top Stories Gujarat Others
murder 1.jpg1 1 મોરબીનાં સિરામીક એકમની મજૂર કોલોનીની અગાસી પરથી મળ્યો મૃતદેહ
  • મોરબી ના સીરામીક કારખાના માં શ્રમિક યુવાન ની હત્યા
  • માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારી હત્યા
  • વિજય ગણાવા નામના શ્રમિક ની હત્યા
  • લખધીરપુર રોડનાં શિવન સીરામીકની ઘટના
  • મજૂર ક્વાર્ટરની અગાસી પરથી મળી લાશ

હત્યા જેવી ઘટના હાલનાં સમયમાં ગુજરાતમાં સામાન્ય થતી જઇ રહી છે. કોઇ પણ નાની મોટી વાતમાં માથા ફરેલા લોકો ગમે તેની હત્યા સહજમાં જ કરી નાખે છે. ગુજરાતમાં હાલ કાયદો અને વ્યાવસ્થાનિ સ્થિતિ કેવી છે તે પોલીસ ખુદ પણ કહેવા અસમર્થ હોય તેવું જણાઇ રહ્યું છે. પોલીસ બદલી અને બઠતીમાં વ્યસ્ત છે અને ગુનેગારો ગુનાખોરીમાં મસ્ત છે. એક દિવસ પહેલા જ અમરેલીમાં ડબ્લ મર્ડરની ઘટના સામે આવી તો, વડોદરાનાં વાઘોડિયા પાસે હત્યા અને સાથે સાથે જ મોરબીમાં પણ હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.

મોરબીનાં સિરામીક કારખાનામાં કામ કરતા શ્રમિક યુવકની હત્યા કરાતા ચકચાર મચી જવા પામ્યો છે. વિજય ગણાવા નામના શ્રમિકના માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. લખધીરપુર રોડ પર આવેલ શિવન સીરામીકના મજૂર ક્વાર્ટરની અગાસી પરથી લાશ મળી છે. મજૂરી કરતા મજૂરોમાં કોઇ અબજો – કરોડોનો મામલો હોતો નથી જ તે સમજવા જેવી વાત છે. ત્યારે આ મજૂરની અગાસી પર કરવામાં આવેલી હત્યા પછળ પર કોઇ નજીવી બાબત કે દારૂની બદી હોવાનું લોક જીભે ચર્ચાઇ રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન