Not Set/ મોરબી કોર્ટે લેન્ડ ગ્રેબિંગ એક્ટના બે આરોપીઓના જામીન નામંજૂર કર્યા

રાજ્યમાં વધી રહેલા જમીન પચાવી લેવાના વિવાદને નિયન્ત્રમાં કરવા માટે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદાની રચના કરીને તેને અમલમાં મુક્યા બાદ સમગ્ર રાજ્યમાં તે કાયદાના અંતર્ગત કાર્યવાહી શરૂ થઇ ગઈ છે. પોલીસે ભુમાફિયાઓની સામે આ કાયદાની કલમો મુજબ ગુનો નોંધીને તેમને જેલ હવાલે મોકલી દઈને તેમને કાયદાનો ભાન પણ કરાવ્યો છે. આ કાયદાના ઉલલંઘનમાં […]

Gujarat
law and order 759 મોરબી કોર્ટે લેન્ડ ગ્રેબિંગ એક્ટના બે આરોપીઓના જામીન નામંજૂર કર્યા

રાજ્યમાં વધી રહેલા જમીન પચાવી લેવાના વિવાદને નિયન્ત્રમાં કરવા માટે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદાની રચના કરીને તેને અમલમાં મુક્યા બાદ સમગ્ર રાજ્યમાં તે કાયદાના અંતર્ગત કાર્યવાહી શરૂ થઇ ગઈ છે. પોલીસે ભુમાફિયાઓની સામે આ કાયદાની કલમો મુજબ ગુનો નોંધીને તેમને જેલ હવાલે મોકલી દઈને તેમને કાયદાનો ભાન પણ કરાવ્યો છે. આ કાયદાના ઉલલંઘનમાં પકડાયેલા બે પુજારીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે અરજીને કોર્ટે પુરાવા અને કેસની પરિસ્થતિને ધ્યાનમાં રાખીને નામંજૂર કરી દેવાનો હુકમ જાહેર કર્યો છે.

મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મદિરના હાલ પૂજા કરતા બે પુજારીઓ સામે મંદિરના ટ્રસ્ટીઓએ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હોય જે ફરિયાદને પગલે બંને પૂજારીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાવી દઈને બંને આરોપીના જામીન નામંજૂર કર્યા છે

રાજકોટના રહેવાસી અને મંદિરના ટ્રસ્ટી યશવંત મણીલાલ જોશીએ પોલીસ ફરિયાદ નોધાવી હતી કે મોરબી શહેરના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરમાં પુજારી એવા આરોપી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી, રાજુગીરી ગોવિંદગીરી ગોસ્વામીએ મંદિરમાં કબજો કરી લીધો હોય અને મંદિર ઉપરાંત ત્રણ બાથરૂમ, પાણીનું પરબ, પાણીનો મોટર વાળો રૂમ, સીસીટીવી રૂમ ,મુખ્ય ઓફીસ સહિતની મિલકત પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોય જે મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો

જે ફરિયાદને પગલે આરોપીઓ માથે ધરપકડની તલવાર લટકતી હોય જેથી આજે મોરબી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં મોરબીના સરકારી વકીલ સંજયભાઈ દવેએ સરકાર તરફે ધારદાર દલીલો રજુ કરી હતી અને સરકારી વકીલની દલીલોને પગલે કોર્ટે બંને આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દઈને આગોતરા જામીન નામંજૂર કર્યા છે