Dwarka/ મોરબી હોનારત ઇફેક્ટઃ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી 26 બોટ સસ્પેન્ડ

મોરબી હોનારત (Morbi bridge accident) પછી રાજ્યના દરેક જિલ્લાના વહીવટીતંત્રો પ્રવાસન્ સ્થળોએ (tourism place) સુરક્ષાને લઈને જાગવા લાગ્યા છે.દ્વારકાના તંત્રએ પણ આ મુદ્દે મોડે-મોડે જાગતા ઓખા (Okha) અને બેટ દ્વારકા (Bet dwarka) વચ્ચે ચાલતી 26 બોટ (Boat)ને સસ્પેન્ડ કરી છે.

Top Stories Gujarat
port at the island મોરબી હોનારત ઇફેક્ટઃ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી 26 બોટ સસ્પેન્ડ

મોરબી હોનારત (Morbi bridge accident) પછી રાજ્યના દરેક જિલ્લાના વહીવટીતંત્રો પ્રવાસન્ સ્થળોએ (tourism place) સુરક્ષાને લઈને જાગવા લાગ્યા છે.દ્વારકાના તંત્રએ પણ આ મુદ્દે મોડે-મોડે જાગતા ઓખા (Okha) અને બેટ દ્વારકા (Bet dwarka) વચ્ચે ચાલતી 26 બોટ (Boat)ને સસ્પેન્ડ કરી છે. આ બોટ પર નિયત ક્ષમતા કરતાં વધારે પેસેન્જરોને લઈ જઈને તેમના જીવ જોખમમાં મૂકવાનો આરોપ છે. આ અંગેના ફોટા અને વિડીયો અખબારો અને ટીવી ચેનલોમાં પ્રકાશિત થતાં તંત્ર જાગ્યું છે.

આ ઉપરાંત ઓખા જેટીથી બેટ દ્વારકા તરફ ફેરી સર્વિસ પર દેખરેખ રાખવા માટે દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર, પોર્ટ ઓફિસર તેમજ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત, બચાવ ટુકડી જેવા મૂળભૂત પગલાં પહેલી વખત લેવામાં આવી રહ્યા છે. મોરબીની પુલ હોનારત ગુજરાતના બધા જ પ્રવાસન્ સ્થળો માટે એક પદાર્થપાઠ લઈને આવી છે.

શિવરાજપુર બીચ(Shivrajpur Beach), ગોમતી ઘાટ(Gomati Ghat), સુદામા સેતુ (Sudama Setu) સહિતના મહત્વના સ્થળોએ બચાવ કામગીરી માટેના સાધનો તથા તરવૈયાઓને પણ ગોઠવવામાં આવ્યા છે. ઓખા-બેટ વચ્ચે કુલ 183 બોટનું રજિસ્ટ્રેશન થયું છે. તેમા હાલમાં 100 બોટ કાર્યરત છે.

લાયસન્સ ધરાવતી બોટમાં 50, 70, 100 અને 120 મુસાફરોની ક્ષમતાવાળી બોટમાં સફર કરાવવામાં આવે છે. આ બોટમાં પહેલા લોકોને ખીચોખીચ ભરવામાં આવતા હતા, પરંતુ મોરબી દુર્ઘટના પછી તંત્ર જાગતા બોટમાં ક્ષમતા મુજબ મુસાફરો ભરાય છે. આ ઉપરાંત સુદામા બ્રિજની સ્થિતિની ચકાસણી કરવા માટે હંગામી ધોરણે સુદામા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.