Morbi/ ચૂંટણી નજીક આવતા ખાતમુર્હત શરુ, ભાજપ નેતાઓની ઉપસ્થિતિથી વિવાદ સર્જાયો

ચૂંટણી નજીક આવતા ખાતમુર્હત શરુ, ભાજપ નેતાઓની ઉપસ્થિતિથી વિવાદ સર્જાયો

Top Stories Gujarat Others
shiv ji 16 ચૂંટણી નજીક આવતા ખાતમુર્હત શરુ, ભાજપ નેતાઓની ઉપસ્થિતિથી વિવાદ સર્જાયો

મોરબી નગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં યોજાઈ શકે છે તે પૂર્વે જ રોડના ખાતમુર્હતના કામો શરુ કરાયા છે. જોકે રોડના ખાતમુર્હતમાં ભાજપ આગેવાનોની ઉપસ્થિતિથી વિવાદ સર્જાયો છે, અને આમ આદમી પાર્ટીએ પાલિકા તંત્ર પર પ્રહાર કર્યા છે .

મોરબીના વોર્ડ નં ૦૮ માં ૨૫ લાખના ખર્ચે બનનાર રોડનું ખાતમુર્હત કરાયું હતું. જે પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરા, પ્રભુભાઈ ભૂત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા અને રોડનું ખાતમુર્હત કરાયું હતું. જોકે રોડના ખાતમુર્હતમાં માત્ર ભાજપ આગેવાનોની ઉપસ્થિતિથી વિવાદ સર્જાયો છે અને આમ આદમી પાર્ટીએ ભાજપ આગેવાનો તેમજ પાલિકા તંત્ર સામે આંગળી ચીંધી છે.

આમ આદમી પાર્ટીના મહેશ રાજ્યગુરુએ રોડના ખાતમુર્હત મામલે જણાવ્યું હતું કે મોરબી પાલિકાના વહીવટદાર રોડના ખાતમુર્હતમાં ભાજપના લોકોને બોલાવી ભાજપને ફાયદો કરાવવાના પ્રયત્નો કરે છે. અને પ્રજાને ગુમરાહ કરે છે સત્તામાં ભાજપ-કોંગ્રેસ હતું ત્યારે પ્રજાલક્ષી કાર્યો કરાયા નથી અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી આવી રહી છે. ત્યારે પાલિકાના કાર્યક્રમમાં એક જ પક્ષના લોકો બોલાવી પ્રચાર કરવાના પ્રયત્ન કરે છે તે દુખદ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો