Not Set/ મોરબી: કાલિકા પ્લોટમાં થયેલાં ફાયરીંગનો મામલો, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

મોરબી, મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગત શનિવારે અંધાધુંધ ફાયરીંગ પ્રકરણમાં આરીફ મીરે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા, મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા, વિજયસિંહ ઉર્ફે કડી રહે ત્રણેય મોરબી એક કારમાં દુર ઉભા હતા અને બે ડબલ સવારી મોટરસાયકલમાં આવેલા ઇસમોએ ફાયરીંગ કર્યું હતું. જેમાં ફરિયાદી ઉપરાંત ઇમરાન સુમરા, વિશાલ લક્ષ્મણ બાંભણીયા, શીફાબેન […]

Gujarat Others Videos
mantavya 140 મોરબી: કાલિકા પ્લોટમાં થયેલાં ફાયરીંગનો મામલો, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

મોરબી,

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગત શનિવારે અંધાધુંધ ફાયરીંગ પ્રકરણમાં આરીફ મીરે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા, મુળરાજસિંહ અજીતસિંહ જાડેજા, વિજયસિંહ ઉર્ફે કડી રહે ત્રણેય મોરબી એક કારમાં દુર ઉભા હતા અને બે ડબલ સવારી મોટરસાયકલમાં આવેલા ઇસમોએ ફાયરીંગ કર્યું હતું.

જેમાં ફરિયાદી ઉપરાંત ઇમરાન સુમરા, વિશાલ લક્ષ્મણ બાંભણીયા, શીફાબેન અને સિરાજ સહિતનાને ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વિશાલ કોળી નામના બાળકનું મોત થયું હતું, જયારે સુરેશસિંહ ઉર્ફે રાજવીરસિંહ ઉર્ફે ધનજીકુંવર ઇન્દ્રદેવસિંહ ઠાકુર રહે મૂળ યુપી વાલાને ઈજા થતા સારવાર માટે મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવેલ હતાં.

જે બનાવ અંગે જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન, એલસીબીઅને એસઓજી સહિતની ટીમો તપાસ ચલાવતી હોય જેમાં આરોપીઓ સતાહે અન્ય ચાર આરોપી આવેલ હતા. જે બધાને મોરબીમાં આશરો આપવામાં સહ આરોપી ભરત જીવણ બોરીચા (ઉ.વ.૩૧),દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા જાડેજા (ઉ.વ.૩૦) વાળાએ મદદગારી કરેલ તેમજ અન્ય સહ આરોપીસુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા રહે શકત શનાળા વાળાની જડતી કરતા લોડેડપિસ્તોલ મળી આવી હતી. જે ત્રણ આરોપી અને હિન્દી ભાષી સહિતના ચાર આરોપીની અટકાયત કરવામાં આવી છે જ્યારે અન્ય ફરાર આરોપીની પોલીસે શોધખોળ ચલાવી છે.