Not Set/ મોરબી/ ફરી આચરાયું બાળકી પર દુષ્કર્મ, વર્ષ 2019માં રેપની ઘટનાનો આંકડો 100ને પણ પાર

વર્ષ 2019 ટા ટા બાય બાય કરી રહ્યુંં છે, લોકો નવા વર્ષને વધાવવા થનગની રહ્યા છે, પરંતુ શું આપને લગીર માત્ર ખબર છે કે ગણતરીમાં છે કે, વિતી રહેલા વર્ષ 2019માં આશરે કેટલી દુષ્કર્મ – સામુહિક દુષ્કર્મની કે સગીરા – બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ આંકડો સાંભળતા, જે માતા-પિતાને બાળકી કે દિકરી […]

Top Stories Gujarat Others
rape 8 મોરબી/ ફરી આચરાયું બાળકી પર દુષ્કર્મ, વર્ષ 2019માં રેપની ઘટનાનો આંકડો 100ને પણ પાર

વર્ષ 2019 ટા ટા બાય બાય કરી રહ્યુંં છે, લોકો નવા વર્ષને વધાવવા થનગની રહ્યા છે, પરંતુ શું આપને લગીર માત્ર ખબર છે કે ગણતરીમાં છે કે, વિતી રહેલા વર્ષ 2019માં આશરે કેટલી દુષ્કર્મ – સામુહિક દુષ્કર્મની કે સગીરા – બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ આંકડો સાંભળતા, જે માતા-પિતાને બાળકી કે દિકરી હશે તે તો આઘાત પામશે જ પરંતુ જે ને દિકરી નથી તે પણ કંપીત થઇ જશે. જી હા આ આંકડો જ એવો છે. આ વર્ષ 2019માં લગભગ 100થી વધુ દુષ્કર્મની પાશવી ઘટના બનવા પામી છે. અને અટકવાનું નામ જ નથી લઇ રહી. વાત બીલકુલ સાચી છે અને તે આજે ફરી બનેલી મોરબીની ઘટનાથી પુષ્ટી પણ પામે છે.

જી હા, મોરબીમાં ફરી બાળકી પર પાશવી દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. મોરબી જે પોતાની ટાઇલ્સથી દુનિયાને જગમગતી રાખે છે, તે જ ટાઇલ્સનાં કારખાનામાં બનેલી આ પાશવી ઘટનાથી કલંકની કાલીકમાં આળોટતુ થઇ ગયું છે. મોરબીની કેરાવીટ ટાઇલ્સમાં બાળકી પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર પંથકમાં સોંપો પાડી દીધો છે.

દુષ્કર્મ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને પ્રાથમિક તપાસમાં પોલીસને ફેક્ટરીમાં કામ કરતા સુપરવાઈઝર પર શંકા હોવાનું સામે આવી રહ્યું છે. ફેક્ટરી સુપરવાઈઝર દ્વારા દારૂ પીને બાળકી પર દુષ્કર્મની પાશવી ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોવાની પ્રબળ શંકા છે. જો કે બાળકી હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ છે.  અને પોલીસ તપાસ અને બાળકીના રિપોર્ટથી સમગ્ર ઘટના ઉજાગર પણ થશે જ, પરંતુ આવુ ક્યાં સુધી તે સવાલ ઠેરનો ઠેર છે….

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.