Ahmedabad/ ચૂંટણીના દિવસે દાણીલીમડામાં યુવકે આપઘાત કરીને ટૂંકાવ્યું જીવન

ચૂંટણીના દિવસે તમામ લોકોની નજર મતદાનની પ્રક્રિયા ઉપર હતી કે રાજ્યના 6 મહાનગરોમાં કેટલું મતદાન થઇ રહ્યું છે. લોકો વોટ આપ્યા બાદ પોતાના ઘરે બેસીને ટીવી ઉપર સમાચારોને નિહાળી રહ્યા હતા ત્યારે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બપોરના 12.30 વાગ્યાની આસપાસ યુવકના આપઘાતનો મેસેજ પોલીસ કંટ્રોલમાં પ્રાપ્ત થતા સ્થાનિક પોલીસની ટીમે મતદાનની પ્રક્રિયાને બાજુમાં રાખીને બનાવના સ્થળે […]

Ahmedabad Gujarat
a 74 ચૂંટણીના દિવસે દાણીલીમડામાં યુવકે આપઘાત કરીને ટૂંકાવ્યું જીવન

ચૂંટણીના દિવસે તમામ લોકોની નજર મતદાનની પ્રક્રિયા ઉપર હતી કે રાજ્યના 6 મહાનગરોમાં કેટલું મતદાન થઇ રહ્યું છે. લોકો વોટ આપ્યા બાદ પોતાના ઘરે બેસીને ટીવી ઉપર સમાચારોને નિહાળી રહ્યા હતા ત્યારે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બપોરના 12.30 વાગ્યાની આસપાસ યુવકના આપઘાતનો મેસેજ પોલીસ કંટ્રોલમાં પ્રાપ્ત થતા સ્થાનિક પોલીસની ટીમે મતદાનની પ્રક્રિયાને બાજુમાં રાખીને બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટના કેવી રીતે ઘટી હશે તેનું પૃથક્કરણ કરવા માટે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી.

દાણીલીમડામાં નવાબના બંગલા પાસે આવેલા રુક્ષાર ફ્લેટના ત્રીજા માળે 25 વર્ષીય સાજીદ શેખ નામના ઈસમે અગમ્ય કારણસર ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સાજીદે પોતાનું જીવન ટૂંકાવી લેતા ઘરના સભ્યો આઘાતમાં ઉતરી ગયા હતા. યુવાનીમાં સાજીદે આત્મહત્યા કેમ કરી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. દાણીલીમડા પોલીસે સાજીદની ડેડબોડીને ફાંસા ઉપરથી ઉતારીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.