Not Set/ ચાલુ વર્ષે ૧૦૦ થી વધુ IPO આવી રહ્યા છે.

રબજારમાં પ્રદર્શન ની વાત કરીએ તો પાછલું વર્ષ અને ચાલુ વર્ષે ખૂબ જ સારા રહ્યા છે

Business
Untitled 150 ચાલુ વર્ષે ૧૦૦ થી વધુ IPO આવી રહ્યા છે.

 કેપિટલ માર્કેટમાં આઇપીઓનૂ પુર આવવાનું છે તેમાં પણ  છ દિવસની અંદર જ આઠ કંપનીઓના આઇપીઓ આવી ચૂકયા છે અને ઔધોગિક વર્તુળોએ એવી માહિતી આપી છે કે ચાલુ વર્ષે ૧૦૦થી વધુ આઇપીઓ આવી જવાની ધારણા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :હવે ATM માં પૈસા નહી હોય તો બેંકે ભરવી પડશે Penalty

સેબી સમક્ષ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૫૮ જેટલી કંપનીઓના આવેદન આવી ચૂકયા છે અને આ આંકડો પાછલા બે વર્ષમાં કુલ આવેદનો કરતાં પણ મોટો રહ્યો છે. પાછલા બે વર્ષ દરમિયાન કુલ ૫૦ જેટલી કંપનીઓએ આઇપીઓ માટે દરખાસ્તો કરી હતી. ચાલુ વર્ષ દરમિયાન ૧૦૦થી વધુ આઇપીઓ આવી જશે અને કેપિટલ માર્કેટમાં રીતસરનું પૂર આવવાની શકયતા દેખાઈ રહી છે. અલગ અલગ કંપનીના સંચાલકો દ્રારા એવી માહિતી આપવામાં આવી છે કે શેરબજારમાં પ્રદર્શન ની વાત કરીએ તો પાછલું વર્ષ અને ચાલુ વર્ષે ખૂબ જ સારા રહ્યા છે. તેમણે કહ્યું છે કે શેરબજારના ખૂબ જ સારા દેખાવને પગલે કંપનીઓ અને તેના પ્રમોટરો ને વધુ શ્રે મૂલ્યાંકન પ્રા કરવામાં મદદ મળી રહી છે. ઘણી બધી કંપનીઓ પ્રાઇવેટ ઇકિવટી નો રસ્તો છોડીને સીધા આઇપીઓ મારફત નાણા એકત્ર કરવા માંગે છે.

આ પણ વાંચો:વોટ્સએપ લાવ્યું છે ફોટો એડિટિંગ ટૂલ, જે ફોટોને બનાવશે વધુ જીવંત

તમામ કંપનીઓ નું સીધું ગણિત એવું છે કે જો શેર બજાર સારામાં સાં મૂલ્યાંકન આપતી હોય તો શા માટે પ્રાઇવેટ ઇકિવટી પાસે જવું જોઈએ અને આ માન્યતાના આધારે આઇપીઓ ના ઘોડાપૂર આવી રહ્યા છે અને ચાલુ વર્ષે ૧૦૦ થી વધુ આઇપીઓ આવી રહ્યા છે.