RBI MPC Meeting/ RBIની બેઠક: રેપો રેટ 6.5 ટકા, લોનના દર યથાવત

રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠકમાં સાતમી વખત રેપો રેટ સ્થિર રખાયો છે……..

Business Breaking News
Beginners guide to 2024 04 05T095635.837 RBIની બેઠક: રેપો રેટ 6.5 ટકા, લોનના દર યથાવત

Business News:ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નાણાકીય વર્ષ 2024-2025ની આ પ્રથમ બેઠકમાં ટૂંકા ગાળાના ધિરાણ દર અથવા રેપો રેટ અંગેના નિર્ણયની જાહેરાત કરી તેને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠકમાં સાતમી વખત રેપો રેટ સ્થિર રખાયો છે. ખાદ્યાન્ન ફૂગાવાના જોખમના કારણે રેપો રેટ યથાવત રાખવાનું જાણવા મળી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025માં GDP 7 ટકા રહેવાની સંભાવના છે. CPI 4.5 ટકા રહેવાનું અનુમાન છે. બેંકોની નાણાકીય સ્થિતિ મજબૂત બની રહેશે. રેપો રેટમાં કોઈ બદલાવ ન હોવાથી લોનના દર યથાવત રહેશે.

RBIએ લાંબા સમયથી રેપો રેટમાં ઘટાડો કર્યો નથી. નિષ્ણાતોના મતે નવા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંક ફરી એકવાર લોકોને રાહત આપી શકે છે. નિષ્ણાતોના મતે સેન્ટ્રલ બેંક દ્વારા આ ક્વાર્ટરમાં પણ રેપો રેટમાં વધારો કરવામાં આવશે નહીં.

નાણાકીય વર્ષ 2024 ની છેલ્લી બેઠકમાં, MPCએ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તેને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લેવાયો હતો. SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર અમેરિકન બજારોમાં માળખાકીય ફેરફારો થઈ રહ્યા છે, જ્યાં બેરોજગારીનો દર ઓછો છે અને નોકરીની જગ્યાઓ વધુ છે.

ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારાને કારણે મોંઘવારી વધી રહી છે. રિપોર્ટમાં અપેક્ષા છે કે નાણાકીય વર્ષ 2025માં થાપણો અને ધિરાણ અનુક્રમે 14.5-15% અને 16.0-16.5% વધશે. RBI નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.

આ ક્ષેત્રને ફાયદો થશે

નવા નાણાંકીય વર્ષમાં રિયલ એસ્ટેટને ફાયદો થયો હોવાનું દેખાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે RBI રેપો રેટમાં ફરી કોઈ ફેરફાર નહીં કરે. એટલે કે RBI વ્યાજ દરમાં વધારો નહીં કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Richest Billionaires/ ફોર્બ્સની યાદીમાં કોણ છે સૌથી ધનિક? સૌથી અમીર ભારતીય તરીકે…

આ પણ વાંચો:ચોખાની આ જાતની નિકાસ માટે સરકારની મંજૂરી, 1000 ટન ચોખા પર કોઈ ડ્યુટી લાગશે નહીં