ભુજ/ સાફલ્યગાથા-૫ અંતર્ગત ૧૦૦થી વધુ મહિલાઓને મળી રહી છે રોજગારી

બે વર્ષથી જિલ્લાની સખીમંડળનો સ્ટોર ભુજ હાટ ખાતે ચાલે છે. જેમાં મહિલાઓના એમ્બ્રોયડરી, કેનલ મેકીંગ, ભરતકામ વગેરેની હાલ “ગાંધી શિલ્પ બજાર” ના મેળાનાં સ્ટોલમાં વેચાણ કરી રહી છે. મેળાનો વિનામૂલ્યે ઉપરાંત નજીવા રૂ.૨૫ ના દૈનિક ભાડે નિયમિત અહીં સ્ટોલ લાગેલો છે.

Gujarat Others
ફાલકન

આધુનિક સમયમાં દરેક વ્યવસાયમાં નવી પદ્ધતિ અને નવા અવસરોને લીધે બદલાવ આવી રહ્યા છે. ત્યારે બે વર્ષથી જિલ્લાની સખીમંડળનો સ્ટોર ભુજ હાટ ખાતે ચાલે છે. જેમાં મહિલાઓના એમ્બ્રોયડરી, કેનલ મેકીંગ, ભરતકામ વગેરેની હાલ “ગાંધી શિલ્પ બજાર” ના મેળાનાં સ્ટોલમાં વેચાણ કરી રહી છે. મેળાનો વિનામૂલ્યે ઉપરાંત નજીવા રૂ.૨૫ ના દૈનિક ભાડે નિયમિત અહીં સ્ટોલ લાગેલો છે.

આ પણ વાંચો:ટ્રેનોમાં ખરાબ ભોજનની ફરિયાદો દૂર થશે, જાણો IRCTCએ શું પગલાં લીધાં

સાફલ્યગાથા-૫ અંતર્ગત 100 થી વધુ મહિલાઓને રોજગારી મળી રહી છે. આ શબ્દો છે જિલ્લાની સખીમંડળના પ્રમુખશ્રી ધલ અલ્ફાના બેનનાં, સોફટટોય, કેનલ મેકીંગ, જવેલરી ડિઝાઈનની તાલીમ આપનારા અલ્ફાનાબેન છેલ્લા પાંચ વર્ષથી સખીમંડળ દ્વારા વિવિધ ગામોની ગ્રામ્ય કારીગર, હુનરબાજ મહિલાઓના કસબને માર્કેટ દ્વારા લોકોના હાથમાં પહોંચાડી રહ્યા છે.

ફાલકન

અલ્ફાનાબેન કહે છે કે, હાલ ભાનુશાળીનગર ભુજ હાટમાં ચાલી રહેલો  આ મેળો ૨૧મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ “ગાંધી શિલ્પ બજાર” માં સ્ટોલ લગાવનારા અલ્ફાનાબાનું કહે છે કે, ભુજ હાટ કારીગર અને મહેનતુ મહિલાઓ માટે ઉત્તમ સુવિધાવાળું છે. હંમેશા આવી સુવિધા મળે તો શિલ્પકાર, કારીગર અને અમારા જેવી સખીમંડળની બહેનોને સારુ માર્કેટ અને રોજગારી મળી રહે. સરકારની આ વ્યવસ્થા સારી એવી છે. આનાથી અમે બે પૈસા ભેગા કરી શકીએ છીએ.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના 10 ‘ઓવરગ્રાઉન્ડ વર્કર’ની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: ​વાહન પર જતા બાળકો માટે એલર્ટ, જાણો ટ્રાફિકનો નવો નિયમ