ગુજરાત/ ધ્રાંગધ્રા વનવિભાગ દ્વારા રણ વિસ્તારમાંથી સાંઢાનો શિકાર કરતો શિકારીને ઝડપી પાડ્યો

વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત વન વિસ્તારમાં ગેરકાયદે શિકાર કરતા તત્વોમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા અભ્યારણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Gujarat
Untitled 62 ધ્રાંગધ્રા વનવિભાગ દ્વારા રણ વિસ્તારમાંથી સાંઢાનો શિકાર કરતો શિકારીને ઝડપી પાડ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં અડીને આવેલા કચ્છના નાના રણ વિસ્તારમાં શિકાર તેમજ અમુક વિસ્તારોમાં પ્રવેશ પણ પ્રતિબંધિત છે. ત્યારે એવા વિસ્તારમાં અવાર નવાર ગેરકાયદેસર શિકારની ઘટનાઓ સામે આવતી હોય છે.

આ પણ વાંચો::ફૂડ સેફ્ટી / ટ્રેનોમાં ખરાબ ભોજનની ફરિયાદો દૂર થશે, જાણો IRCTCએ શું પગલાં લીધાં

ત્યારે વનવિભાગને મળેલી ખાનગી બાતમીને આધારે ધ્રાંગધ્રા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ તેમની ટીમે એક શિકારીને સાંઢા જેમાં એક મૃત હાલતમાં તેમજ અન્ય ત્રણ ઇજાગ્રસ્ત જીવિત હાલતમાં મળી કુલ ચાર જીવ સાંઢા ,ધારીયું તેમજ કોશ જેવા શિકાર કરવાના સાધનો તેમજ એક મોબાઇલ સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કોર્ટના હવાલે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:દરોડા / જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના 10 ‘ઓવરગ્રાઉન્ડ વર્કર’ની કરાઈ ધરપકડ

અને આ અંગે આગળની વધુ તપાસ ધ્રાંગધ્રા અભ્યારણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સાંઢા નામના જીવનો ઉપયોગ દવાઓમાં તેના તેલનો ઉપયોગ તેમજ તેના માંસનો ઉપયોગ ખાવા માટે થતો હોય છે. ત્યારે આ શિકારી ઝડપાતા વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત વન વિસ્તારમાં ગેરકાયદે શિકાર કરતા તત્વોમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. આ કેસની વધુ તપાસ ધ્રાંગધ્રા અભ્યારણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.