Not Set/ તાપી/ લાકડાચોરોએ મચાવ્યો તરખાટ, બીટ ગાર્ડને ઝૂડી નાખ્યો

તાપી જિલ્લાના સોનગઢમાં ખેરવાડાનાં જંગલમાં લાકડા ચોરોએ  તરખાટ મચાવ્યો છે. જંગલમાં ખુલે આમ બિન્દાસ રીતે લાકડાની ચોરી કરતા જોવા મળે છે. અને જો કોઈ રોકવા માટે જાય તો આવી જ બને, તસ્કરો દ્વારા  રાષ્ટ્રીય ધરોહર ને મોટા પાયે નુકશાન પહોચાડવામાં આવી રહ્યો છે. હાલ માં પ્રાપ્ત માહિતી પ્રમાણે, જંગલમાં જી.પી.એસ. લોકેશન લેવા ગયેલ બીટ ગાર્ડને […]

Gujarat Others
tapi તાપી/ લાકડાચોરોએ મચાવ્યો તરખાટ, બીટ ગાર્ડને ઝૂડી નાખ્યો

તાપી જિલ્લાના સોનગઢમાં ખેરવાડાનાં જંગલમાં લાકડા ચોરોએ  તરખાટ મચાવ્યો છે. જંગલમાં ખુલે આમ બિન્દાસ રીતે લાકડાની ચોરી કરતા જોવા મળે છે. અને જો કોઈ રોકવા માટે જાય તો આવી જ બને, તસ્કરો દ્વારા  રાષ્ટ્રીય ધરોહર ને મોટા પાયે નુકશાન પહોચાડવામાં આવી રહ્યો છે.

હાલ માં પ્રાપ્ત માહિતી પ્રમાણે, જંગલમાં જી.પી.એસ. લોકેશન લેવા ગયેલ બીટ ગાર્ડને તસ્કરોએ માર મારી ખેરનાં લાકડા સગેવગે કર્યા હતા. એટલુ જ નહી જંગલની હદ વિસ્તારમાં સાગી લાકડા પણ ઝડપાયા હતા. જો કે, તસ્કરો ભાગી છૂટતા સોનગઢ પોલીસ અને વન વિભાગ દ્વારા આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ જંગલો માંથી મોટા પાયે કીમતી સરકારી ધરોહર ની તસ્કરી થઇ રહી હોવાનું ફલિત થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.