ભરૂચ/ 12 થી વધું મુંગા પશુઓના મોત, ગ્રામજનોમાં આક્રોશ

ભરૂચની જૂની મસ્જિદ તળાવના ફળિયા પાસે 12થી વધુ પશુઓના મોત થયા છે. રેલવે દ્વારા ક્રોસિંગ નજીક સાફ સફાઈ દરમિયાન દવા છાટવામાં આવી હતી. આ દવાને કારણે પશુઓના મોત થયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.

Gujarat Others
IMG 20211224 WA0000 12 થી વધું મુંગા પશુઓના મોત, ગ્રામજનોમાં આક્રોશ

ભરૂચની જૂની મસ્જિદ તળાવના ફળિયા પાસે 12થી વધુ પશુઓના મોત થયા છે. રેલવે દ્વારા ક્રોસિંગ નજીક સાફ સફાઈ દરમિયાન દવા છાટવામાં આવી હતી. આ દવાને કારણે પશુઓના મોત થયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચના ભોલાવ પાસે જૂની મસ્જિદ તળાવ ફળિયા પાસે 12 થી વધું મુંગા પશુઓના મોત થયા હતા. રેલવે દ્વારા ક્રોસિંગ નજીક સાફ સફાઈ દરમિયાન કોઈક દવાનું છંટકાવ કરવામાં આવ્યું હતું. અને અબોલ પશુ ત્યાં ઘાસચારો ચરવા ગયા હતા. દરમિયાન પશુઓનું મોત થયા હોવાનો ગ્રામવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે.

છ બકરીઓ બે ગાય અને સાતથી વધુ ભૂંદડાઓના થયા મોત.

ભરૂચ ભોલાવ નજીકથી પ્રસાર થતી રેલ્વે માર્ગ પર રેલ્વે વિભાગ દ્વારા પાટાની આજુબાજુ માં ઝાડી -ઝખડા ઊગી નીકળતા સફાઈ હાથ ધરવા માં આવી હતી. જેના કારણસર જંગલી ઝાડીઓ ફરી ન ઊગી શકે તે માટે કર્મચારીઓ દ્વારા કોઈક કેમિકલનો છંટકાવ આ ઝાડી પર કરવામાં આવ્યો હતો. રેલ્વે દ્વારા કરવામાં આવતા ઝાડી ઓ પર કેમિકલના છંટકાવ બાદ ગામના મુંગા પશુ ઓ ઝાડીઓ આરોગતા છ બકરીઓ,બે ગાય અને સાત જેટલા રખડતા ભૂંડ ના મોત નિપજ્યા હતા.આચનક પશુના મોત થતા ગ્રામજનોમાં ચીંતાનું મોજું ફરી વળ્યું હતું. ગ્રામજનોએ અચાનક ગામમાં એક પછી એક એમ 12 થી વધુ મૂંગા પશુના મોતની તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર પશુઓએ રેલ્વે દ્વારા ઝાડીઓ પર કોઈક દવાનો છંટકાવ કરવામાં આવેલો અને દવાવાળી ઝાડીઓ પશુઓએ આરોગતા આ ઘટના બની હોવાનો આક્રોશ સાથે આક્ષેપ ગ્રામજનોએ રેલ્વે વિભાગ પર કર્યા હતા.

Round Up 2021 / કભી ખુશી કભી ગમ….આ વર્ષની સૌથી મોટી ઘટનાઓ, જે હંમેશા દરેકને રહેશે યાદ

Photos / PM મોદીની વારાણસી મુલાકાતનો ઉત્સાહ, ભગવા કપડામાં પહોંચેલા મુસ્લિમોએ લગાવ્યા મોદી-મોદીના નારા

Round Up 2021 / લોકોએ પ્રાર્થના કરી કહ્યું, – આવો વરસાદ ફરીથી ન થવો જોઈએ, ઘર, ટ્રેક અને હાઇવે બધુ જ હતું જળબંબાકાર