ગુજરાત/ દેશની સૌથી મોટી ક્વિઝ ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’માં હાલમાં કુલ ૧૬.૪ર લાખથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યાં છે : જીતુ વાઘાણી

શાળાકક્ષાએ ૧૪.૨૩ લાખથી વધુ, કોલેજકક્ષાએ ૧.૧૩ લાખથી વધુ જ્યારે અન્ય ૧.૦૪ લાખથી વધુ સ્પર્ધકો જોડાયા છે જે ગૌરવની બાબત છે.

Top Stories Gujarat Others
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે

રાજ્યના પ્રવકતા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતુ કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો ગત તા.૭ જુલાઈ,૨૦૨૨ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સીટી અમદાવાદ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ક્વિઝ’માં હાલ કુલ ૧૬.૪ર લાખથી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યાં છે. જેમાં શાળાકક્ષાએ ૧૪.૨૩ લાખથી વધુ, કોલેજકક્ષાએ ૧.૧૩ લાખથી વધુ જ્યારે અન્ય ૧.૦૪ લાખથી વધુ સ્પર્ધકો જોડાયા છે જે ગૌરવની બાબત છે.

ધોરણ ૯ ધી ૧૨ શાળાકક્ષાના તેમજ કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત વધુમાં વધુ નાગરિકોને ક્વિઝમાં ભાગ લેવા મંત્રીએ અનુરોધ કરતાં કહ્યું હતું કે, આ ક્વિઝમાં દરરોજ ૨૦૦ ક્વિઝની ડિજિટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થાય છે.

આ સ્પર્ધામાં શાળાકક્ષાના પ્રથમ વિજેતાને રૂ.૧૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૦,૦૦૦/- તૃતીય વિજેતાને રૂ.૭,000, કોલેજ-યુનિવર્સિટી કક્ષાના પ્રથમ વિજેતાને રૂ.૨૫,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૨૦,000/- તૃતીય વિજેતાને રૂ.૧૫,૦૦૦ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે. લાઈવ ક્વિઝમાં શાળા અને કોલેજ-યુનિવર્સિટીના ૨,૨૦૦થી વધુ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાલુકા અને વોર્ડ કક્ષાના કુલ ૯ રાઉન્ડમાંથી તા.૧૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ પહેલો રાઉન્ડ શરુ કરાયો હતો તેમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર