કોરોના અપડેટ/ દેશમાં વધઘટ સાથે આજે કોરોનાના નવા 17 હજારથી વધુ કેસ,23 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 17 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે.

Top Stories India
10 1 દેશમાં વધઘટ સાથે આજે કોરોનાના નવા 17 હજારથી વધુ કેસ,23 દર્દીઓના મોત

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 17 હજારથી વધુ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે 23 દર્દીઓના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના કેસના આંકડા ચોંકાવનારા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 70 નવા કેસ સામે આવ્યા છે.દેશના પાંચ રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ રાજ્યોમાં કેરળ (4,083 નવા કેસ) પ્રથમ ક્રમે છે. તે પછી મહારાષ્ટ્ર (3,640), તમિલનાડુ (2,069), પશ્ચિમ બંગાળ (1,424) અને કર્ણાટક (1,046) આવે છે. કુલ નવા કેસોમાં આ પાંચ રાજ્યોનો હિસ્સો 72.42 ટકા છે. નવા કેસોમાંથી 23.92 ટકા કેરળમાંથી જ આવ્યા છે.

કોવિડના કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (5,25,139) થી વધુ લોકોના મોત થયા છે. ભારતનો રિકવરી રેટ હવે 98.55 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 14 હજાર 413 દર્દીઓ સાજા થયા છે, જેના કારણે દેશભરમાં સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 4 કરોડ 28 લાખ 36 હજાર 906 થઈ ગઈ છે.

દેશમાં નવા કોરોના દર્દીઓના આગમન બાદ સક્રિય કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. દેશમાં હાલમાં કોરોનાના 1 લાખ 07 હજાર 189 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સક્રિય કેસમાં 2 હજાર 634 નો વધારો થયો છે.બીજી તરફ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 11 લાખ 67 હજાર 503 ડોઝ આપવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કુલ 5 લાખ 2 હજાર 150 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.