Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31 હજારથી વધુ કેસ, કુલ મોતનો આંક પહોંચ્યો…

ભારતમાં કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 97.67 લાખને વટાવી ગઈ છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 31,521 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. આ સાથે, ચેપનો કુલ આંકડો 97,67,371 પર પહોંચી ગયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 412 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોનાવાયરસને કારણે […]

Top Stories India
corona 159 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 31 હજારથી વધુ કેસ, કુલ મોતનો આંક પહોંચ્યો...

ભારતમાં કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 97.67 લાખને વટાવી ગઈ છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 31,521 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. આ સાથે, ચેપનો કુલ આંકડો 97,67,371 પર પહોંચી ગયો છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં એટલે કે એક દિવસમાં 412 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. દેશમાં કોરોનાવાયરસને કારણે અત્યાર સુધીમાં 1,41,772 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. વિશ્વનાં 180 થી વધુ દેશો કોરોના રોગચાળાની ઝપટમાં છે. સંક્રમણનાં મામલામાં ભારત અમેરિકા બાદ બીજા ક્રમે છે.

આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 37,725 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 92,53,306 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. દરરોજ નોંધાયેલા નવા કેસની સંખ્યા કરતા એક દિવસમાં સાજા દર્દીઓની સંખ્યા વધુ છે. જેના કારણે, સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં 3,72,293 સક્રિય કેસ છે, તેમની સારવાર ચાલી રહી છે.

દેશમાં કોરોનાથી રિકવરી દર 94.73 ટકા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોમાં સક્રિય દર્દીઓ 3.81 ટકા છે. મૃત્યુ દર 1.45 ટકા છે અને પોઝિટિવિટી દર 3.41 ટકા છે. ટેસ્ટિંગ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 9,22,959 કોરોના ટેસ્ટ થયા છે. જ્યારે કોરોનાવાયરસનાં અત્યાર સુધીમાં કુલ 15,07,59,726 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો