Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 32 હજારથી વધુ કેસ, કોરોનાથી મોતનો આંક પહોંચ્યો…

ભારત સહિત વિશ્વનાં 180 થી વધુ દેશો કોરોનાવાયરસ સંક્રમણથી પ્રભાવિત છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા તાજેતરનાં આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરાનાનાં 32,981 નવા કેસ નોંધાયા છે. વળી છેલ્લા 24 કલાકમાં વાયરસનાં કારણે 391 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં COVID-19 નાં 32,981 નવા કેસ નોંધાયા પછી, ચેપનાં કુલ કેસની સંખ્યા […]

Top Stories India
corona 78 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 32 હજારથી વધુ કેસ, કોરોનાથી મોતનો આંક પહોંચ્યો...

ભારત સહિત વિશ્વનાં 180 થી વધુ દેશો કોરોનાવાયરસ સંક્રમણથી પ્રભાવિત છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા તાજેતરનાં આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરાનાનાં 32,981 નવા કેસ નોંધાયા છે. વળી છેલ્લા 24 કલાકમાં વાયરસનાં કારણે 391 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં COVID-19 નાં 32,981 નવા કેસ નોંધાયા પછી, ચેપનાં કુલ કેસની સંખ્યા વધીને 96,77,203 થઈ ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં વાયરસનાં કારણે 391 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 3 જુલાઇ પછી દૈનિક મૃત્યુની સંખ્યા સૌથી ઓછી છે. અત્યાર સુધી મોતની સંખ્યા 1,40,573 પર પહોંચી ગઈ છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને ચાર લાખથી ઓછી થઈ ગઈ છે. 20 જુલાઈ પછી પહેલીવાર, અહી ઘણા ઓછા કેસો છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 39,109 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં, કુલ 91,39,901 દર્દીઓ કોરોનાવાયરસને હરાવવામાં સફળ રહ્યા છે. દરરોજ આવતા નવા કેસોમાં ઘટાડો અને દર્દીઓની રિકવરીને કારણે સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં 3,96,729 સક્રિય કેસ છે.

દેશમાં કોરોના રિકવરી દર 94.44 ટકા છે, જ્યારે ચેપગ્રસ્ત કેસોમાં સક્રિય દર્દીઓ 4.09 ટકા છે. મૃત્યુ દર 1.45 ટકા છે અને પોઝિટિવિટી રેટ 4.11 ટકા છે. ટેસ્ટિંગની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 8,01,081 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 14,77,87,656 સેમ્પલો ટેસ્ટિંગ કરાયા છે. કોરોના સંક્રમણનાં મામલે ભારત બીજો સૌથી મોટો દેશ છે.

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

અમેરિકામાં કોરોના બેકાબુ, ઝડપથી વધી રહ્યા છે કેસ

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો