Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

ભારતમાં કોરોનાવાયરસનાં કુલ કેસ 96.44 લાખને પાર કરી ગયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં COVID-19 નાં 36,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા તાજેતરનાં આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 36,011 નવા કેસ નોંધાયા બાદ કુલ ચેપનો આંકડો વધીને 96,44,222 થયો છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે […]

Top Stories India
corona 51 દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

ભારતમાં કોરોનાવાયરસનાં કુલ કેસ 96.44 લાખને પાર કરી ગયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં COVID-19 નાં 36,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે બહાર પાડવામાં આવેલા તાજેતરનાં આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 36,011 નવા કેસ નોંધાયા બાદ કુલ ચેપનો આંકડો વધીને 96,44,222 થયો છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 482 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.40 લાખને વટાવી ગયો છે.

માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 41,970 દર્દીઓ ચેપથી મુક્ત થયા છે, એટલે કે તેઓ સ્વસ્થ થયા છે. આ આંકડો દરરોજ નોંધાયેલા નવા કેસ કરતા વધારે છે. સક્રિય ચેપની સંખ્યામાં ઘટાડો થયો છે કારણ કે નવા ચેપનાં કેસોની તુલનામાં રિકવર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. સક્રિય કેસની સંખ્યા 4,03,248 પર આવી ગઈ છે. 21 જુલાઇથી સક્રિય કેસ સૌથી ઓછો છે. દેશમાં વાયરસને હરાવવામાં અત્યાર સુધીમાં 91,00,792 દર્દીઓ સફળ રહ્યા છે.

કોરોના રિકવરી દરનો અર્થ એ છે કે ચેપ મુક્ત દર 94.36 ટકા છે જ્યારે 4.18 ટકા સક્રિય દર્દીઓ છે. મૃત્યુ દર 1.45 ટકા છે. પોઝિટિવિટી રેટ એટલે કે ટેસ્ટિંગમાં ચેપનો દર 3.27 ટકા છે. ટેસ્ટિંગની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 11,01,063 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 14,69,86,575 સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો