Not Set/ હાર્દિક પટેલનાં સમર્થનમાં નિખિલ સવાણી સહીત 51 યુવાનોએ કરાવ્યું મુંડન

ગુજરાત. ગુજરાતમાં પાટીદારને અનામત આપવા અને ખેડૂતોના દેવાં માફીના મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ-‘પાસ’ના નેતા હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં આજે ‘પાસ’ કન્વીનર નિખિલ સવાણી સહીત ૫૧ પાટીદાર યુવકોએ મુંડન કરાવ્યું હતું. ગુજરાતના પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તે માટે પાસ […]

Top Stories Ahmedabad Gujarat
725910 hardik patel 07 હાર્દિક પટેલનાં સમર્થનમાં નિખિલ સવાણી સહીત 51 યુવાનોએ કરાવ્યું મુંડન

ગુજરાત.

ગુજરાતમાં પાટીદારને અનામત આપવા અને ખેડૂતોના દેવાં માફીના મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિ-‘પાસ’ના નેતા હાર્દિક પટેલ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં આજે ‘પાસ’ કન્વીનર નિખિલ સવાણી સહીત ૫૧ પાટીદાર યુવકોએ મુંડન કરાવ્યું હતું.

ગુજરાતના પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તે માટે પાસ કન્વીનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર છે.

725910 hardik patel 07 હાર્દિક પટેલનાં સમર્થનમાં નિખિલ સવાણી સહીત 51 યુવાનોએ કરાવ્યું મુંડન

આજ 3 સપ્ટેમ્બર અને સોમવારના રોજ હાર્દિકનાં ઉપવાસનો 10 દિવસ છે. આ દરમિયાન હાર્દિકને મળવા માટે રાજકારણનાં ઘણા દિગ્ગજ નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ તેને મળવા માટે આવ્યા હતા. હાર્દિકની તબિયત લથડતા સોલા સિવિલની ટીમ તેનું મેડિકલ ચેકઅપ કરવા માટે માટે ઉપવાસની છાવણીએ પહોંચી વળ્યું હતું. પરંતુ હાર્દિકે મેડિકલ ચૅકઅપ કરાવવાની મનાઈ કરી દીધી હતી.

725812 hardik patel fast twitter હાર્દિક પટેલનાં સમર્થનમાં નિખિલ સવાણી સહીત 51 યુવાનોએ કરાવ્યું મુંડન

આજ રોજ વિરોધ વ્યક્ત કરતા પાટીદારનાં યુવાનોએ મુંડન કરાવ્યું હતું. લગભગ 50 થી વધુ લોકોએ સરકારનો વિરોધ કરી અને હાર્દિકનું સમર્થન કરવા માટે મુંડન કરાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છાવણીમાં ઝડપ થવાના કારણે રવિવારે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા લોકો પાર હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.