Morocco Earthquake/ મોરોક્કો ધરતીકંપમાં  મૃત્યુઆંક 2,800 ને પાર,મોરોક્કોની સેના બચાવ કામગીરીમાં વ્યસ્ત

તાજેતરના અનુમાન મુજબ મોરોક્કોમાં ભૂકંપમાં મૃત્યુઆંક 2,800ને પાર થઈ ગયો છે.

World
Mansi 5 1 મોરોક્કો ધરતીકંપમાં  મૃત્યુઆંક 2,800 ને પાર,મોરોક્કોની સેના બચાવ કામગીરીમાં વ્યસ્ત

તાજેતરના અનુમાન મુજબ મોરોક્કોમાં ભૂકંપમાં મૃત્યુઆંક 2,800ને પાર થઈ ગયો છે. સોમવારે મોડી રાત્રે મૃતકોની સંખ્યા વધીને 2,862 થઈ ગઈ હતી તેમજ  2,562 લોકો ઘાયલ થયા હતા.

આ પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપમાં જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું,કે  “મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. મારા વિચારો આ દુઃખદ સમયે મોરોક્કોના લોકો સાથે છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સાજા થઈ જાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.”

એક સદીમાં સૌથી મોટા ભૂકંપની  તબાહીથી મોરોક્કોના કેટલાક ભાગોમાં ગ્રામવાસીઓએ ચોથી રાત માટે બહાર પડાવ નાખવો પડ્યો હતો.સ્પેન, બ્રિટન અને કતારની શોધ ટીમો દ્વારા સહાયિત, મોરોક્કોમાં  બચી ગયેલા લોકોને શોધવાની રેસમાં વ્યસ્ત છે, ત્યારે આ સંખ્યા ઝડપથી વધી શકે છે કારણકે ભૂકંપ ઝોનનો જેટલો વિસ્તાર મુશ્કેલ થી પહોંચના વિસ્તારોમાં છે. આ કારણે અધિકારીઓએ હજુ સુધી ગુમ થયેલા લોકોની સંખ્યા અંગે કોઈ અંદાજ જાહેર કર્યો નથી.સ્પેનિશ ટીમનું નેતૃત્વ કરી રહેલા અન્નિકા કોલે કહ્યું: કે “મોટી મુશ્કેલી દૂરસ્થ વિસ્તારોમાં છે અને અહીંની જેમ પહોંચવું મુશ્કેલ છે, પરંતુ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે.”સ્પેનિશ એકમના સંચાર અધિકારી આલ્બર્ટ વાસ્ક્વેઝે ચેતવણી આપી હતી કે “ત્રણ દિવસ પછી લોકોને જીવતા શોધવા ખૂબ મુશ્કેલ છે” પરંતુ કહ્યું કે “આશા હજુ પણ છે”.

એટલાસ પર્વતો પર આવેલા વિનાશક ભૂકંપનું કેન્દ્ર મરાકેચથી લગભગ 72 કિમી દક્ષિણપશ્ચિમમાં હતું.જેના જૂના શહેરમાં, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સહિત કેટલીક ઐતિહાસિક ઇમારતોને નુકસાન થયું હતું. રોઇટર્સ અનુસાર ભૂકંપથી ઐતિહાસિક રીતે નોંધપાત્ર 12મી સદીની ટિનમેલ મસ્જિદને પણ મોટું નુકસાન થયું હતું.જો કે, મારાકેચના વધુ આધુનિક ભાગો મોટાભાગે સહીસલામત બચી ગયા હતા.

મોરોક્કોની સેનાએ સોમવારે હતું કે તે શોધ અને બચાવ ટીમોને મજબૂત બનાવી રહી છે, પીવાનું પાણી પૂરું પાડી રહી છે અને ખોરાક, તંબુ અને ધાબળાનું વિતરણ કરી રહી છે. કેનાઇન રેસ્ક્યુ ટીમો સાથે જમીન પરની હાજરીને વધુ મજબૂત બનાવવામાં આવશે. “31 નિષ્ણાતો, 15 સર્ચ અને રેસ્ક્યૂ ડોગ્સ અને 11 વાહનો” ની બનેલી ટીમ મંગળવારે આવશે.